Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીત માટે 188 રનનો ટાર્ગેટ આપ્યો, ધવનની શાનદાર ફિફ્ટી

IPLની 15મી સિઝનની 38મી લીગ મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 188 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ માટે શિખર ધવને 59 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 88 રન બનાવ્યા હતા, જ્યારે ભાનુકા રાજપક્ષે 32 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. પંજાબ અને CSK પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી ખુબ જà
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીત માટે 188
રનનો ટાર્ગેટ આપ્યો  ધવનની શાનદાર ફિફ્ટી
Advertisement

IPLની 15મી સિઝનની 38મી લીગ મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ
સામે 188 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ માટે શિખર ધવને 59 બોલમાં 9 ચોગ્ગા અને 2
છગ્ગાની મદદથી અણનમ 88 રન બનાવ્યા હતા
, જ્યારે ભાનુકા રાજપક્ષે 32 બોલમાં 42
રન બનાવીને આઉટ થયો હતો.

આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને
બોલિંગ પસંદ કરી છે
. આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. પંજાબ અને CSK પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી ખુબ જરૂરી છે.

Innings Break!

An 88* from Shikhar Dhawan and well supported by Bhanuka Rajapaksa (42) propels #PBKS to a total of 187/4 on the board.

Scorecard - https://t.co/V5jQHQZNn0 #PBKSvCSK #TATAIPL pic.twitter.com/oJ1297kek7

— IndianPremierLeague (@IPL) April 25, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

જો આઈપીએલ 2022માં પંજાબ કિંગ્સ વિશે વાત કરીએ તો તેણે ટૂર્નામેન્ટમાં જોરદાર શરૂઆત
કરી હતી. મયંકની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે
205 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. પરંતુ તે પછી પંજાબની ટીમ જીતનો સિલસિલો જાળવી શકી ન
હતી. અત્યારે પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં
8માં નંબર પર છે. આ ટીમે ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે જેમાં 3માં જીત અને 4માં હાર થઈ છે. મયંક અગ્રવાલની ટીમની બોલિંગ ચિંતાનો વિષય છે.

Advertisement

બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ
આત્મવિશ્વાસથી ભરેલી છે. છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લા બોલે મળેલી
જીત બાદ ટીમનું મનોબળ વધ્યું છે. એમએસ ધોની આ દિવસોમાં જૂના ફોર્મમાં છે. તે મેચ
ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે મુંબઈ સામે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને
પોતાની ટીમને જીત અપાવી હતી. જોકે
IPL 2022માં
ચેન્નાઈની સફર ઘણી ખરાબ રહી છે.
CSKએ આ સિઝનમાં 7 મેચ રમી છે જેમાં 2માં
જીત અને 5માં હાર થઈ છે. ચેન્નાઈની ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને
છે.


પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન:

મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, શાહરૂખ ખાન, જીતેશ શર્મા, ઓડિયન સ્મિથ, કાગીસો રબાડા, રાહુલ ચાહર, વરુણ અરોરા, અર્શદીપ સિંહ.

 

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન:

ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મિશેલ સેન્ટનર, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રેટોરિયસ, મહેશ તિક્ષન, મુકેશ ચૌધરી.

Tags :
Advertisement

.

×