ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સની 11 રને શાનદાર જીત, પંજાબે ફરી કરી કમાલ
IPL 2022 ની 38મી મેચમાં મયંક અગ્રવાલની પંજાબ કિંગ્સે રવિન્દ્ર
જાડેજાની ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે
શિખર ધવનના અણનમ 88 રનના આધારે ચેન્નાઈ સામે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર
સામે CSK 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ તરફથી
અંબાતી રાયડુએ 39 બોલમાં સૌથી વધુ 79 રનની ઇનિંગ રમી હતી. પંજાબ તરફથી ઋષિ ધવન અને
કાગીસો રબાડાએ બે-બે વિકેટ લીધી હતી. આ જીત સાથે પંજાબના 8 પોઈન્ટ થઈ ગયા છે.
પંજાબ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.
Match 38. Punjab Kings Won by 11 Run(s) https://t.co/d6d0jru21u #PBKSvCSK #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) April 25, 2022" title="" target="">javascript:nicTemp();
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ
સામે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબ માટે શિખર ધવને 59 બોલમાં 9 ચોગ્ગા અને 2
છગ્ગાની મદદથી અણનમ 88 રન બનાવ્યા હતા, જ્યારે ભાનુકા રાજપક્ષે 32 બોલમાં 42
રન બનાવીને આઉટ થયો હતો.
ચેન્નાઈ તરફથી અંબાતી રાયડુએ 78 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 39 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. અંબાતી અને કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ 5મી વિકેટ માટે 64 રન જોડ્યા હતા. રાયડુએ ઋતુરાજ ગાયકવાડ સાથે ચોથી વિકેટ માટે 49 રનની ભાગીદારી પણ કરી હતી. રાયડુને ઈનિંગની 18મી ઓવરના 5માં બોલ પર ઝડપી બોલર કાગિસો રબાડાએ બોલ્ડ કર્યો હતો. ધોનીએ 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 12 રન બનાવ્યા હતા. ઈનિંગની છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર રિશી ધવને તેને પેવેલિયન મોકલી દીધો હતો. કેપ્ટન જાડેજા 21 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સને બીજી જ ઓવરમાં શરૂઆતી ઝટકો લાગ્યો હતો. રોબિન ઉથપ્પા મોટો શોટ રમવાની પ્રક્રિયામાં સંદીપ શર્માનો શિકાર બન્યો હતો, જેને ઋષિ ધવને કેચ આપ્યો હતો. ત્યારબાદ મિશેલ સેન્ટનર (9)ને પાવરપ્લેની છેલ્લી ઓવરમાં અર્શદીપ સિંહે બોલ્ડ કર્યો હતો. શિવમ દુબે (8)ને ઋષિ ધવનના હાથે બોલ્ડ કરી ચેન્નાઈનો સ્કોર 3 વિકેટે 40 રન બનાવી દીધો હતો.


