Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ખરાખરીનો જંગ, અમિત શાહ અને અનુરાગ ઠાકુર પણ પહોંચશે મેચનો આનંદ લેવા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનની આજે ફાઈનલ યોજાવા જઈ રહી છે. આ રોમાંચક મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહ્યો છે. આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ખરાખરીનો જંગ છે. આજની મેચમાં નક્કી થશે કે આ વર્ષની IPLની વિજેતા કોણ બનશે. આજે ફાઈનલ મેચમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જશે. મેચની ખાસ વાત એ હશે કે ગુજરાત
રાજસ્થાન અને ગુજરાત વચ્ચે
ખરાખરીનો જંગ  અમિત શાહ અને અનુરાગ ઠાકુર પણ પહોંચશે મેચનો આનંદ લેવા
Advertisement

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનની
આજે ફાઈનલ યોજાવા જઈ રહી છે. આ રોમાંચક મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી
સ્ટેડિયમમાં રમાવા જઈ રહ્યો છે. આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે
ખરાખરીનો જંગ છે. આજની મેચમાં નક્કી થશે કે આ વર્ષની
IPLની
વિજેતા કોણ બનશે. આજે ફાઈનલ મેચમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. તેમની સાથે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જશે. 
મેચની ખાસ વાત એ હશે કે ગુજરાત તેની પ્રથમ સિઝનમાં ફાઈનલ રમવા જશે
જ્યારે રાજસ્થાનની ટીમ બીજી વખત ફાઈનલ રમશે. રાજસ્થાનની ટીમ પ્રથમ
IPL
એટલે કે 2008ની સિઝનમાં ચેમ્પિયન રહી હતી. 28
મેના રોજ અમિત શાહ ગુજરાતમાં હતા, જ્યાં તેમણે
તમામ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રિપોર્ટ અનુસાર
, IPL 2022 ફાઈનલ
દરમિયાન સ્ટેડિયમમાં ઘણા
VVIP અને બોલિવૂડ સ્ટાર્સની હાજરી
હોવાના અહેવાલ છે.


Advertisement

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે

Advertisement

તમને જણાવી દઈએ કે IPL ફાઈનલ
પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્લોઝિંગ સેરેમની પણ છે
, જેમાં
એઆર રહેમાન અને રણવીર સિંહ પરફોર્મ કરશે. મેચ જોવા માટે સ્ટેડિયમમાં ઓછામાં ઓછા એક
લાખ
20 હજાર દર્શકો પહોંચે તેવી અપેક્ષા છે. અમદાવાદના પોલીસ
કમિશનર સંજય શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર
, “અમદાવાદ શહેરમાં 6000
સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાંથી
5000 કોન્સ્ટેબલ છે જ્યારે 1000 હોમગાર્ડ
છે. આ ઉપરાંત
17 ડીસીપી, 4 ડીઆઈજી,
28 એસીપી, 51 પોલીસ ઈન્સ્પેક્ટર અને 268
સબ ઈન્સ્પેક્ટર પણ બંદોબસ્તનો ભાગ હશે. ,

 

ગુજરાત લગભગ તમામ મેચ જીતી રહ્યું છે

હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ગુજરાતની ટીમમાં લગભગ તમામ મેચ
વિનર છે. બધાએ આ સાબિત પણ કર્યું છે. ખુદ કેપ્ટન હાર્દિક પણ શાનદાર ફોર્મમાં ચાલી
રહ્યો છે. મિડલ ઓર્ડરમાં ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા નેતૃત્વ સંભાળે છે. જ્યારે
રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે ઓપનિંગમાં લીડ મેળવી છે. બોલિંગમાં રાશિદ ખાન
,
મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન જેવા ખેલાડીઓનો
સમાવેશ થાય છે.


જોસ
બટલરના ખભા પર મોટી જવાબદારી

જો કે, આ સિઝનમાં રાજસ્થાનની ટીમ વન-મેન આર્મી જોસ બટલરના
ખભા પર સવાર છે. બટલર ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે અને તે
IPL ઈતિહાસમાં 800થી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી પણ
બની ગયો છે. બટલરે અત્યાર સુધી સિઝનમાં
4 સદી ફટકારી છે. આ
સિવાય કેપ્ટન સંજુ સેમસન
, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર અને રવિચંદ્રન અશ્વિનમાં પણ બેટથી ફરક પાડવાની શક્તિ છે.

 

 

Tags :
Advertisement

.

×