ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL Orange Cap Winner: સાંઈ સુદર્શને જીતી ઓરેન્જ કેપ, બનાવ્યા આટલા રન

ઓરેન્જ કેપ પર GT સાંઈ સુદર્શને પોતાના નામે વિરાટ કોહલીને 102 રનથી પાછળ છોડી દીધો 2025માં 657 રન જ બનાવી શક્યા IPL 2025ની ઓરેન્જ કેપને ગુજરાત ટાઈટન્સની ટીમના બેટ્સમેન સાંઈ સુદર્શને પોતાના નામે કરી લીધી છે. સાંઈ સુદર્શને આ...
11:58 PM Jun 03, 2025 IST | Hiren Dave
ઓરેન્જ કેપ પર GT સાંઈ સુદર્શને પોતાના નામે વિરાટ કોહલીને 102 રનથી પાછળ છોડી દીધો 2025માં 657 રન જ બનાવી શક્યા IPL 2025ની ઓરેન્જ કેપને ગુજરાત ટાઈટન્સની ટીમના બેટ્સમેન સાંઈ સુદર્શને પોતાના નામે કરી લીધી છે. સાંઈ સુદર્શને આ...
IPL Orange Cap Winner

IPL 2025ની ઓરેન્જ કેપને ગુજરાત ટાઈટન્સની ટીમના બેટ્સમેન સાંઈ સુદર્શને પોતાના નામે કરી લીધી છે. સાંઈ સુદર્શને આ આખી ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરતા ફેન્સના દિલ જીતી લીધા છે. જણાવી દઈએ કે સાંઈ સુદર્શને આ સિઝનમાં 15 મેચમાં 54.21ની એવરેજ અને 156.17ની સ્ટ્રાઈક રેટથી 759 રન બનાવ્યા છે. આ યુવા ખેલાડીએ દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને 102 રનથી પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલી IPL 2025માં 657 રન જ બનાવી શક્યા છે.

ઓરેન્જ કેપ જીતવામાં સૌથી યુવા ખેલાડી બન્યા સાંઈ સુદર્શન

ઓરેન્જ કેપ જીતનારા સાંઈ સુદર્શન સૌથી યુવા ખેલાડી બની ગયા છે. સાંઈ સુદર્શને આ સિઝનમાં 1 સદી અને 6 અડધીસદી ફટકારી છે. તેમનો વ્યક્તિગત સૌથી હાઈએસ્ટ સ્કોર 108 રનનો છે. સાંઈ સુદર્શનના આ પ્રદર્શનના કારણે ગુજરાત ટાઈટન્સે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી પણ એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સની વિરૂદ્ધ 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ  વાંચો -IPL 2025 Winner RCB : જીત સુનિશ્ચિત થતા જ ચાલુ મેચમાં વિરાટ કોહલી થયો ભાવુક, જુઓ Video

સુદર્શનને 10 લાખ રૂપિયાનું ઈનામ પણ મળ્યું

મુંબઈ સામેની મેચમાં પણ સાંઈ સુદર્શને ધમાકેદાર બેટિંગ કરીને 50 બોલમાં 9 ચોકા અને 4 સિક્સરની મદદથી 81 રનની તોફાની ઈનિંગ રમી હતી પણ તે પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ સાબિત થયો હતો. તમને જણાવી દઈએ સે ઓરેન્જ કેપ જીતવાની સાથે જ સુદર્શનને 10 લાખ રૂપિયાનું ઈનામ પણ મળ્યું છે. સુદર્શનની બેટિંગ જોઈને ફેન્સ તેમના વખાણ કરી રહ્યા હતા. IPLમાં સારા પ્રદર્શનનું ફળ પણ સુદર્શનને મળ્યું છે, તેને ઈંગ્લેન્ડની સામે રમાનારી 5 મેચની ટેસ્ટ સિરિઝમાં ઈન્ડિયા ટીમમાં સ્થાન મળ્યું છે.

Tags :
Gujarat Titanshighest run scorer in IPLIPLIPL Orange CapOrange Cap in IPLPunjab Kings vs RCBSAI SUDARSHANSai Sudarshan recordsSuryakumar YadavSuryakumar Yadav recordsVirat Kohli
Next Article