Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઈની જીત માટે આજે કોહલી કરશે પ્રાર્થના, DC-MI માં જાણો કોનું પલડ઼ું છે ભારે

IPL 2022 ની 69મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પર સૌથી વધુ નજર RCB ટીમની હશે. ખાસ કરીને વિરાટ કોહલી આ મેચ મુંબઈની ટીમ જીતે તેવી પ્રાર્થના પણ કરતા જોવા મળી  શકે છે. તમે વિચારતા હશો કે આવું કેમ? તાજેતરમાં પરિસ્થિતિ એવી બની છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને મુંબઈ ઈન્ડિયન્સની જીત વધુ પસંદ આવશે. કારણ કે, જો મુંબઈ ઈન્ડિયન્સની ટીàª
મુંબઈની જીત માટે આજે કોહલી કરશે પ્રાર્થના  dc mi માં જાણો કોનું પલડ઼ું છે ભારે
Advertisement
IPL 2022 ની 69મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પર સૌથી વધુ નજર RCB ટીમની હશે. ખાસ કરીને વિરાટ કોહલી આ મેચ મુંબઈની ટીમ જીતે તેવી પ્રાર્થના પણ કરતા જોવા મળી  શકે છે. 
તમે વિચારતા હશો કે આવું કેમ? તાજેતરમાં પરિસ્થિતિ એવી બની છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને મુંબઈ ઈન્ડિયન્સની જીત વધુ પસંદ આવશે. કારણ કે, જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દિલ્હી કેપિટલ્સને આજની મેચમાં હરાવી દે છે તો RCB પ્લેઓફમાં પહોંચી જશે. તે પોઈન્ટ ટેબલ પર ચોથા નંબરે પહોંચી જશે. પરંતુ જો આમ ન થયું અને દિલ્હી આ મેચને જીતી જાય છે તો બેંગ્લોરની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફેરવાઇ જશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. 
મહત્વનું છે કે, મુંબઈ ઈન્ડિયન્સ 13માંથી 10 મેચ હારીને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. વળી, આ મેચ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. DCA એ 13 માંથી 7 મેચ જીતી છે પરંતુ ટીમ હજુ સુધી પ્લેઓફમાં પહોંચી શકી નથી. દિલ્હી કેપિટલ્સ (નેટ રન રેટ +0.255) ખૂબ જ સરળ સમીકરણ ધરાવે છે જેમાં ટોપ ફોરમાં પહોંચવા માટે માત્ર મુંબઈ ઈન્ડિયન્સની ટીમને હરાવવાની જરૂર છે, જેનાથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (-0.253) નેટ રન રેટ થઇ જશે. મુંબઈ ઈન્ડિયન્સ સિઝનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે. 
જ્યારે દિલ્હી કેપિટલ્સની સ્થિતિ ખરાબ થઇ શકે છે, જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દિલ્હીને હરાવે તો. દિલ્હીની ટીમે 13 મેચમાંથી 7 મેચમાં જીત અને 6 મેચમાં હારનો સામનો કર્યો છે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચ રમાઈ છે. જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 16 મેચ અને દિલ્હી કેપિટલ્સે 15 મેચ જીતી હતી. છેલ્લી 5 મેચોની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સે 3 મેચ જીતી હતી અને મુંબઈએ 2 મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે IPL 2022માં MI અને DCની છેલ્લી મેચ જીતી હતી.
ભારતમાં, બંને ટીમો એકબીજા સામે અત્યાર સુધીમાં 23 મેચ રમી ચુકી છે, જેમાંથી દિલ્હીએ 11 અને મુંબઈએ 12માં જીત મેળવી છે. વળી, યુએઈમાં દિલ્હી અને મુંબઈ વચ્ચે 8 મેચ રમાઈ છે અને બંને ટીમોએ 4-4 મેચ જીતી છે. મુંબઈ સામે દિલ્હીનો સરેરાશ સ્કોર 146 છે જ્યારે દિલ્હી સામે મુંબઈનો સરેરાશ સ્કોર 162 છે. રિષભ પંતે મુંબઈ સામે દિલ્હી તરફથી સૌથી વધુ 333 રન બનાવ્યા છે જ્યારે રોહિત શર્માએ દિલ્હી સામે સૌથી વધુ 910 રન બનાવ્યા છે.
Tags :
Advertisement

.

×