LSG vs MI : હાર્દિકના આત્મવિશ્વાસે MIને ડૂબાડ્યું,લખનૌનો 12 રને વિજય
- લખનૌએ 12 રનથી રોમાંચક જીત
- મુંબઈ ઈન્ડિયન્સનો ત્રીજી હાર
- લખનૌનો આ બીજી જીત
LSG vs MI: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-16 માં, લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ (LSG vs MI) વચ્ચે મુકાબલો થયો.લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોજ રમાયેલી આ મેચમાં લખનૌએ 12 રનથી રોમાંચક વિજય મેળવ્યો.
મુંબઈ ઈન્ડિયન્સનો ત્રીજી હાર
આ મેચની છેલ્લી ઓવરમાં મુંબઈને જીતવા માટે 22 રન બનાવવાના હતા, પરંતુ ફાસ્ટ બોલર અવેશ ખાને મુંબઈની યોજનાઓને બરબાદ કરી દીધી. અવેશ એ ઓવરમાં ફક્ત 9 રન આપીને હાર્દિક પંડ્યાને મુશ્કેલીમાં મૂકી દીધો.ચાલુ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો આ ત્રીજો પરાજય હતો.આટલી બધી મેચોમાં લખનૌનો આ બીજો વિજય હતો.
A nail-biting thriller that goes #LSG's way ✨#MI fall short by 1️⃣2️⃣ runs as Avesh Khan and LSG hold their nerves to secure their 2nd win of the season! #TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/4YV2QmtUD0
— IndianPremierLeague (@IPL) April 4, 2025
આ પણ વાંચો -IPL 2025 વચ્ચે આ સ્ટાર ખેલાડી એરપોર્ટ પર ડ્રગ્સ સાથે પકડાયો
નમન ધીર 24 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી અને 17 રનના સ્કોર પર તેણે 2 વિકેટ ગુમાવી દીધી હતી. સૌપ્રથમ, ઇંગ્લિશ ખેલાડી વિલ જેક્સ (5) ને આકાશ દીપ દ્વારા આઉટ કરવામાં આવ્યો. ત્યારબાદ બીજા ઓપનર રાયન રિકેલ્ટન (૧૦) ને શાર્દુલ ઠાકુરે પાછો મોકલ્યો. બે વિકેટ પડ્યા પછી, નમન ધીર અને સૂર્યકુમાર યાદવે સાથે મળીને ઇનિંગ્સને ગતિ આપી. નમન અને સૂર્યકુમાર વચ્ચે ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ. નમન ધીર 24 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો, જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. નમનને સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીએ બોલ્ડ કર્યો.
આ પણ વાંચો -LSG vs MI : રોહિત શર્મા MI માંથી થયો બહાર,હાર્દિક પંડ્યાએ આપ્યું ચોંકાવનારુ કારણ
તિલક 24 બોલમાં 25 રન બનાવ્યા
નમન ધીરના આઉટ થયા પછી, સૂર્ય કુમાર યાદવ અને 'ઇમ્પેક્ટ સબ' તિલક વર્માએ ચોથી વિકેટ માટે 66 રન જોડ્યા. સૂર્યકુમાર યાદવે 43 બોલમાં 67 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. અવેશ ખાને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. સૂર્યાના આઉટ થયા પછી, મુંબઈને તિલક વર્મા અને હાર્દિક પંડ્યા પાસેથી આશાઓ હતી. જોકે, તિલક વર્મા બિલકુલ લયમાં ન હતા, તેથી તેમણે 19મી ઓવરમાં નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. તિલક 24 બોલમાં 25 રન બનાવ્યા.


