MI vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મુંબઈ ઈન્ડિયન્સની હાર
- મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 12 રનથી મેચ હારી
- વિરાટ કોહલીએ 42 બોલમાં 67 રન બનાવ્યા
- રજત પાટીદારે પણ 32 બોલમાં 64 રનની ઇનિંગ રમી
MI vs RCB : IPL 2025 ની 20મી મેચમાં,મુંબઈ ઈન્ડિયન્સનો રોમાંચક મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (MI vs RCB)સામે પરાજય થયો. પ્રથમ બેટિંગ કરતા, RCB એ 20 ઓવરમાં 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 12 રનથી મેચ હારી ગઈ. એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મેચ જીતી શકે છે પરંતુ RCB બોલરોએ છેલ્લી ક્ષણોમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને વિજય અપાવ્યો. આ ટુર્નામેન્ટમાં RCB નો આ ત્રીજો વિજય છે. આરસીબી તરફથી વિરાટ કોહલીએ 42 બોલમાં 67 રન બનાવ્યા. કેપ્ટન રજત પાટીદારે પણ 32 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. Congratulations RCB
આરસીબીનો ત્રીજો વિજય
આ ટુર્નામેન્ટમાં RCBનો આ ત્રીજો વિજય છે. તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની ચોથી મેચ હારી ગઈ છે અને 8મા સ્થાને છે. આરસીબી તરફથી વિરાટ કોહલીએ 42 બોલમાં 67 રન બનાવ્યા. કેપ્ટન રજત પાટીદારે પણ 32 બોલમાં 64 રનની ઇનિંગ રમી. બોલિંગમાં કૃણાલ પંડ્યાએ સૌથી વધુ 4 વિકેટ લીધી. હેઝલવુડ અને યશ દયાલે 2-2 વિકેટ લીધી.
‘W’ankhede ✅
A thriller of a run fest with 430 runs scored, and we're extremely happy to have finished on the right side! 🙌#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #MIvRCB pic.twitter.com/7WFWzkPp1f
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 7, 2025
આ પણ વાંચો -Virat Kohli એ રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો બન્યો પ્રથમ ખેલાડી
હાર્દિક-તિલકના પ્રયત્નો નિરર્થક રહ્યા
મુંબઈ ઈન્ડિયન્સ એક સમયે આ મેચમાં હતું અને તેનું કારણ હાર્દિક પંડ્યા અને તિલક વર્માની તોફાની ઇનિંગ્સ હતી. હાર્દિક પંડ્યાએ ૧૫ બોલમાં ૪ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી ૪૨ રન બનાવ્યા. તિલક 29 બોલમાં 56 રનની ઇનિંગ રમ્યો. પરંતુ આ ઇનિંગ્સ પણ મુંબઈને જીત અપાવી શકી નહીં. તિલક વર્મા પછી હાર્દિક પંડ્યા આઉટ થતાં જ મુંબઈ ઈન્ડિયન્સનો પરાજય નિશ્ચિત થઈ ગયો. મુંબઈએ ૧૯મી ઓવરમાં હાર્દિક પંડ્યાની વિકેટ ગુમાવી દીધી અને પછી કૃણાલ પંડ્યાએ છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ લઈને RCB માટે મેચ જીતી લીધી.
આ પણ વાંચો -વોશિંગ્ટન સુંદરના કેચને લઇ શરૂ થયો વિવાદ! ટેકનોલોજી છતાં અમ્પાયરિંગમાં ભૂલ કેમ?
સૂર્યકુમાર યાદવ કરી ન શક્યો કમાલ
જ્યારે 38 રનમાં બે વિકેટ પડી ગઈ, ત્યારે બધાની નજર સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સ પર હતી. સૂર્યાના બે કેચ પણ ચૂકી ગયા. પરંતુ તેમ છતાં તે મોટી ઈનિંગ્સ રમી શક્યો નહીં. પહેલા વિલ જેક્સ 18 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો અને પછી સૂર્ય કુમાર પેવેલિયન પરત ફર્યો. સૂર્યાએ 26 બોલમાં 28 રન બનાવ્યા. જ્યારે સૂર્યકુમાર આઉટ થયો ત્યારે મુંબઈની જીતની શક્યતા 10 ટકાથી ઓછી હતી.
બેંગ્લુરૂના બોલર્સે મચાવી ધૂમ
ભુવનેશ્વર કુમારે 18મી ઓવરમાં તિલક વર્માને આઉટ કર્યો. ત્યારબાદ 19મી ઓવરના પહેલા બોલ પર જોશ હેઝલવુડે હાર્દિકને આઉટ કરીને આરસીબીની જીત સુનિશ્ચિત કરી. મુંબઈને છેલ્લા 12 બોલમાં 28 રનની જરૂર હતી, પરંતુ હેઝલવુડે 19મી ઓવરમાં ફક્ત 9 રન આપ્યા. હવે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. કૃણાલ પંડ્યાએ પહેલા બે બોલમાં બે વિકેટ લીધી અને પોતાની ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો.


