મુંબઈની સતત આઠમી હાર, લખનૌ સુપર જાયન્ટ્સે 36 રન હરાવ્યું, મુંબઈ ટૂર્નામેન્ટમાંથી આઉટ ?
IPL 2022
ની 37મી
મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનને હરાવ્યું
છે. પ્રથમ બેટિંગ કરતા
લખનૌ સુપર જાયન્ટ્સે કેપ્ટન કેએલ રાહુલની અણનમ સદીના આધારે મુંબઈ સામે 169
રનનો ટાર્ગેટ આપ્યો હતો. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 8
વિકેટના નુકસાને 132 રન જ બનાવી શકી હતી. ઈશાન કિશને ખૂબ
જ ધીમી શરૂઆત કરી છે. તે 20 બોલમાં 8
રન બનાવીને આઉટ થયો હતો. બ્રેવિસ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
રોહિતે 39
રન બનાવ્યા હતા. સૂર્યકુમાર 7 રને આઉટ થયો હતો.
That's that from Match 37 and @LucknowIPL take this home with a 36-run win over #MumbaiIndians
Scorecard - https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/9aLniT8oHi
— IndianPremierLeague (@IPL) April 24, 2022" title="" target="">javascript:nicTemp();
પ્રથમ
બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે કેપ્ટન કેએલ રાહુલની અણનમ સદીના આધારે મુંબઈ સામે
169
રનનો
ટાર્ગેટ આપ્યો હતો. કેએલએ મુંબઈ સામે 103 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ
દરમિયાન તેણે 12 ફોર અને 4 સિક્સર
ફટકારી હતી. રાહુલ બાદ મનીષ પાંડેએ સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કિરોન
પોલાર્ડ અને મેરેડિથે 2-2 વિકેટ લીધી હતી. આઈપીએલ 2022માં
કેએલ રાહુલની આ બીજી અને એકંદર ચોથી સદી છે.


