Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PBKS vs RR: રાજસ્થાન રોયલ્સે રોક્યો પંજાબ કિંગ્સનો 'વિજય રથ!

રાજસ્થાનની શાનદાર જીત રાજસ્થાનની ટીમે પંજાબને 50 રનથી હરાવ્યું પંજાબની ટીમ 20 માત્ર 155 રન ઓલઆઉટ થઈ PBKS vs RR:ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (PBKS vs RR) વચ્ચે ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા...
pbks vs rr  રાજસ્થાન રોયલ્સે રોક્યો પંજાબ કિંગ્સનો  વિજય રથ
Advertisement
  • રાજસ્થાનની શાનદાર જીત
  • રાજસ્થાનની ટીમે પંજાબને 50 રનથી હરાવ્યું
  • પંજાબની ટીમ 20 માત્ર 155 રન ઓલઆઉટ થઈ

PBKS vs RR:ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (PBKS vs RR) વચ્ચે ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમે પંજાબને 50 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે પંજાબ સામે 206 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 155 રન જ બનાવી શકી.

આવી હતી પંજાબની ઇનિંગ્સ

206 રનના લક્ષ્યાંકના જવાબમાં પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં જોફ્રા આર્ચરે પ્રિયાંશ આર્ય અને કેપ્ટન શ્રેયસ ઐયરને પેવેલિયન મોકલી દીધા. આ પછી, ચોથી ઓવરમાં માર્કસ સ્ટોઈનિસ પણ આઉટ થઈ ગયો. તેના બેટમાંથી ફક્ત એક જ રન આવ્યો. કાર્તિકેયે 7મી ઓવરમાં પ્રભસિમરનને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી ગ્લેન મેક્સવેલ અને નેહલ વાઢેરા વચ્ચે શાનદાર ભાગીદારી થઈ. નેહલે 62 રનની ઇનિંગ રમી. મેક્સવેલે પણ 30 રન બનાવ્યા. પણ બંને એક પછી એક આઉટ થયા. આ પછી, પંજાબનો એક પણ બેટ્સમેન ટકી શક્યો નહીં અને પંજાબ 20 ઓવરમાં ફક્ત 155 રન જ બનાવી શક્યું. આ હાર બાદ પંજાબનો વિજય રથ થંભી ગયો છે. Preity Zinta

Advertisement

Advertisement

આ પણ  વાંચો -CSK Vs DC : દિલ્હીએ ચેન્નાઈને હરાવ્યું, વિપરાજએ બોલિંગમાં મચાવી ધૂમ

આવી હતી રાજસ્થાનની ઇનિંગ

પહેલા બેટિંગ કરવા આવેલા રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી. સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ બંને સારી લયમાં દેખાતા હતા. બંનેએ સારી શરૂઆત આપી. રાજસ્થાનને પહેલો ફટકો 89 રનના સ્કોર પર પડ્યો જ્યારે સેમસન 38 રન બનાવીને આઉટ થયો. જોકે, બીજા છેડે, યશસ્વી જયસ્વાલ આક્રમક મોડમાં જોવા મળ્યો. યશસ્વી 67 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રિયાન પરાગ અને શિમરોન હેટમાયરએ જવાબદારી સંભાળી. બંનેએ કેટલાક શાનદાર શોટ રમ્યા, જેના કારણે રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. હવે પંજાબને જીત માટે 206 રનની જરૂર છે. #MSDhoni

Tags :
Advertisement

.

×