Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LSG vs MI : રોહિત શર્મા MI માંથી થયો બહાર,હાર્દિક પંડ્યાએ આપ્યું ચોંકાવનારુ કારણ

મુંબઈ ઇન્ડિયન્સ લઈ આવ્યા મોટા સમાચાર રોહિત શર્માને ટીમમાંથી થયો બહાર રોહિત શર્માને ઈજાના કારણે થયો બહાર   LSG vs MI: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 16મી મેચમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે.મુંબઈ ઇન્ડિયન્સ (MumbaiIndians) ના...
lsg vs mi   રોહિત શર્મા mi માંથી થયો બહાર હાર્દિક પંડ્યાએ આપ્યું ચોંકાવનારુ કારણ
Advertisement
  • મુંબઈ ઇન્ડિયન્સ લઈ આવ્યા મોટા સમાચાર
  • રોહિત શર્માને ટીમમાંથી થયો બહાર
  • રોહિત શર્માને ઈજાના કારણે થયો બહાર

LSG vs MI: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 16મી મેચમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે.મુંબઈ ઇન્ડિયન્સ (MumbaiIndians) ના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી રોહિત શર્માને ટીમમાંથી બહાર (Dropped)કરવામાં આવ્યો છે.રોહિતને (rohitsharma)લખનૌ સામેની પ્લેઇંગ (LSG vs MI)ઇલેવનમાં સ્થાન નથી અપાયું. ઇમ્પેક્ટ પ્લેયરની યાદીમાં પણ તેનું નામ નથી. રોહિત શર્માને ઈજાના કારણે ટીમમાં સ્થાન મળ્યું ન હોવાનો હાલ નિષ્ણાંતો અંદાજ લગાવી રહ્યા છે.આ ખેલાડી નેટ્સ દરમિયાન ઘાયલ થયો હતો જેના કારણે તેને લખનૌ સામેની મેચમાંથી બહાર બેસવું પડ્યું હતું.

Advertisement

Advertisement

રોહિત શર્મા હાલ આઉટ ઓફ ફોર્મ છે

IPL 2025 માં રોહિત શર્મા ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ મહાન ખેલાડી સતત ત્રણ મેચમાં નિષ્ફળ ગયો. રોહિત ચેન્નાઈ સામે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ગુજરાત ટાઇટન્સ સામે તેના બેટમાંથી ફક્ત 8 રન આવ્યા હતા, જ્યારે કેકેઆર સામે આ ખેલાડીએ 13 રન બનાવ્યા હતા. મતલબ કે, 3 મેચમાં, રોહિતે ફક્ત 7 ની સરેરાશથી 21 રન બનાવ્યા

આ પણ  વાંચો -IPL 2025 વચ્ચે આ સ્ટાર ખેલાડી એરપોર્ટ પર ડ્રગ્સ સાથે પકડાયો

રોહિતને ઈજા થઈ

Hardik Pandya એ જણાવ્યું કે, રોહિત શર્માને ઘૂંટણમાં ઈજા થઈ છે. લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી વખતે તેમને ઈજા થઈ હતી. રોહિત શર્માની આ ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી. શું રોહિત આગામી મેચ માટે ફિટ થશે? કે પછી તે હજુ કેટલીક મેચો માટે બેન્ચ પર રહેશે, આ એક મોટો પ્રશ્ન છે.

આ પણ  વાંચો -IPL 2025 : પંજાબ કિંગ્સનો અજેય દોર, શું રાજસ્થાન આપશે પડકાર?

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ

વિલ જેક્સ, રેયાન રિકલ્ટન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, નમન ધીર, રાજ અંગદ બાવા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર, ટ્રેન્ટ બોલ્ટ.

લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ

એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, દિગ્વેશ સિંહ રાઠી, આકાશ દીપ, અવેશ ખાન.

Tags :
Advertisement

.

×