ચેન્નાઈના આ સ્ટાર ખેલાડીએ CSK ને આપ્યો મોટો ઝટકો, સંન્યાસનો કર્યો નિર્ણય
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બે ટીમ કે જેણે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. જેમાં એક મુંબઈ અને બીજી ચેન્નાઇની ટીમ છે. ટૂર્નામેન્ટમાંથી પહેલા જ બહાર થઇ ગયેલી ટીમ મુંબઈએ ચેન્નાઇની ટીમને ગુરુવારે હરાવી તે ટીમને પણ બહારનો રસ્તો બતાવી દીધો છે. વળી આ વચ્ચે ચેન્નાઈ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ધોનીની ટીમની જો વાત કરીએ તો આ વખતે ચેન્નાઇની ટીમમાં અંદરો અંદર કોઇને કોઇ પ્રોબ્લમ હોય તેવું à
Advertisement
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બે ટીમ કે જેણે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. જેમાં એક મુંબઈ અને બીજી ચેન્નાઇની ટીમ છે. ટૂર્નામેન્ટમાંથી પહેલા જ બહાર થઇ ગયેલી ટીમ મુંબઈએ ચેન્નાઇની ટીમને ગુરુવારે હરાવી તે ટીમને પણ બહારનો રસ્તો બતાવી દીધો છે. વળી આ વચ્ચે ચેન્નાઈ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
ધોનીની ટીમની જો વાત કરીએ તો આ વખતે ચેન્નાઇની ટીમમાં અંદરો અંદર કોઇને કોઇ પ્રોબ્લમ હોય તેવું લાગી રહ્યું છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જાડેજાને કેપ્ટન બનાવવો અને બાદમાં ધોનીને કેપ્ટનશીપ આપી દેવી અને હવે ટીમનો એક તોફાની બેટ્સમેન અંબાતી રાયડુને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમી રહેલા ભારતીય બેટ્સમેન અંબાતી રાયડૂએ લીગને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. તેણે ટ્વિટર પર માહિતી આપી છે કે આ તેની છેલ્લી IPL સિઝન છે. મહત્વનું છે કે, રાયડુની ટીમનું પ્રદર્શન આ સિઝનમાં ખૂબ જ નિરાશાજનક રહ્યું છે અને તે પ્લે-ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
રાયડુએ ટ્વિટર પર લખ્યું કે, "આ વાત કરતા ખુશ છું કે આ તેની છેલ્લી આઈપીએલ સિઝન હશે. તેણે આગળ લખ્યું, 'મેં આ લીગમાં રમીને શાનદાર સમય પસાર કર્યો છે અને 13 વર્ષથી હું બે મહાન ટીમો સાથે છું. હું આ અદ્ભુત પ્રવાસ માટે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું." જોકે, થોડા સમય બાદ રાયડુએ પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. આવી સ્થિતિમાં, સવાલ એ થાય છે કે શું ખરેખર રાયડુએ આ ટ્વીટ કર્યું છે કે પછી કંઈક બીજું જ છે.
CSK માટે આ વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમનો સ્ટાર ખેલાડી અંબાતી રાયડુ પણ આ વખતે ટીમ માટે કઇ ખાસ કરી શક્યો નથી. રાયડુએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 12 મેચોની 10 ઇનિંગ્સમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે અને તે તેની ટીમ માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રાયડુએ આ સિઝનમાં ફિફ્ટી ફટકારી છે. ગત સિઝનમાં પણ રાયડુનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. ગત સિઝનમાં તેણે 16 મેચમાં 28.55ની એવરેજથી માત્ર 257 રન બનાવ્યા હતા.


