Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે બે યુવા કેપ્ટન વચ્ચે થશે કાંટાની ટક્કર, ટોસ રહેશે ખાસ

IPL 2022માં આજે 30મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બંને ટીમો જીત નોંધાવવાના ઈરાદા સાથે ઉતરશે. IPL 2022માં RR અને KKRનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અત્યારે જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સ પાંચમાં સ્થાને છે અને KKR છઠ્ઠા સ્થાને છે.IPL 2022 માં, RRએ મજબૂત શરૂઆત કરી અને સતત 2 મેચ જીતી. આ પછી તેનà
આજે બે યુવા કેપ્ટન વચ્ચે થશે કાંટાની ટક્કર  ટોસ રહેશે ખાસ
Advertisement
IPL 2022માં આજે 30મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બંને ટીમો જીત નોંધાવવાના ઈરાદા સાથે ઉતરશે. IPL 2022માં RR અને KKRનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અત્યારે જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સ પાંચમાં સ્થાને છે અને KKR છઠ્ઠા સ્થાને છે.
IPL 2022 માં, RRએ મજબૂત શરૂઆત કરી અને સતત 2 મેચ જીતી. આ પછી તેને ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ચોથી મેચમાં ટીમે મોમેન્ટમ પકડ્યો અને લખનૌને હરાવવામાં સફળ રહી. પરંતુ 14 એપ્રિલે રાજસ્થાન રોયલ્સનો ગુજરાત ટાઇટન્સ સામે ફરી પરાજય થયો હતો. RR એ IPL 2022માં પાંચ મેચ રમી છે જેમાં 3 મેચમાં જીત અને 2 મેચમાં હાર થઈ છે. વળી, KKR એ પણ જીત સાથે IPL 2022 ની શરૂઆત કરી. તેણે પ્રથમ મેચમાં CSKને હરાવ્યું હતું. પરંતુ RCB સામે રમાયેલી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કોલકતા નાઇટ રાઈડર્સ (KKR) પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે જીતવામાં સફળ રહ્યું. પરંતુ દિલ્હી કેપિટલ્સ (DC) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમાયેલી મેચમાં તેનો પરાજય થયો હતો. કોલકાતાએ 15મી સીઝનમાં 6 મેચ રમી છે જેમાં 3 મેચમાં જીત અને 3 મેચમાં હાર થઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 એપ્રિલે બ્રેબોર્ન સ્ટેડિયમનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ દરમિયાન ભેજનું પ્રમાણ 69 ટકા રહેશે. જ્યારે 23 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. બીજી તરફ જો પીચની વાત કરીએ તો બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ સપાટ છે, જ્યાં ઝડપી બોલરોને બહુ ઓછી મદદ મળે છે. અહીં સ્પિનરો વધુ સફળ છે. બ્રેબોર્ન સ્ટેડિયમનું મેદાન બેટ્સમેન માટે અનુકૂળ છે. અહીં રમાયેલી છેલ્લી મેચમાં ઘણા રન બન્યા હતા. RR અને KKR વચ્ચે રમાનારી મેચમાં પણ ઘણા રન બને તેવી શક્યતા છે. કારણ કે બંને ટીમો પાસે જબરદસ્ત પાવર હિટર છે. અહીં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.
Tags :
Advertisement

.

×