Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: ઓપરેશન મ્યૂલ હન્ટ, બેંક એકાઉન્ટ ભાડે આપનારા શખ્સો સામે પોલીસની તવાઈ

જામનગર પોલીસે સાયબર અપરાધીઓને પકડવા માટે કમર બાંધી લીધી છે. લોકો સાથે ઠગાઈ કરનારા તત્વોને કોઈને કોઈ રૂપે મદદ કરનારા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકોને પણ પોલીસે રડારમાં લીધા છે. બેંક એકાઉન્ટ ભાડેથી લઈને આરોપીઓ ખૂબ જ સરળતાથી કરતા હતા નાણાની હેરફેર. જામનગર પોલીસે જુદા જુદા કેસમાં 19 જેટલા ગુનાઓ નોંધીને આગળની કાર્યવાહીને વેગવંતી બનાવી છે.
jamnagar  ઓપરેશન મ્યૂલ હન્ટ  બેંક એકાઉન્ટ ભાડે આપનારા શખ્સો સામે પોલીસની તવાઈ
Advertisement
  • Jamnagar: ઓપરેશન મ્યૂલ હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી
  • વિવિધ કેસમાં પોલીસે સાયબર ક્રાઈમના 19 ગુના દાખલ કર્યા
  • સાયબર ફ્રોડ માટે મદદ કરનારાઓ સામે પણ થશે કાર્યાવાહી

Jamnagar: રાજ્યમાં વધતા સાયબર ક્રાઈમ (Cybercrime) ના ગુનાઓને ડામવા માટે ગુજરાત પોલીસ એક્ટિવ (Active) મોડ પર આવી ગઈ છે. તાજેતરમાં શરૂ કરાયેલા ઓપરેશન મ્યૂલ હન્ટ (Operation Mule Hunt) હેઠળ જામનગર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ઓનલાઈન ઠગાઈ (Online fraud) ના કેસમાં 19 જેટલા ગુના નોંધ્યા છે. સાયબર માફિયાઓને પોતાના બેંક ખાતાઓ ભાડે (Bank account) થી આપનારા શખ્સો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે.

Jamnagar OPARATION MUL 01_GUJARAT_FIRST

Advertisement

Jamnagar: ભાડેથી લીધેલા બેંક એકાઉન્ટમાં રુપિયાની લેવડદેવડ

સાયબર ક્રાઈમને અંજામ આપવા માટે ભેજાબાજો સામાન્ય કે પરિચિત લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટ ભાડે (Rent) થી લેતા હતા. જેના માટે તેઓ બેંક ધારકો (Bank holders) ને નાણાકીય લાલચ આપતા હતા. રૂપિયાની લાલચ (Temptation) માં આવી શખ્સો પોતાના બેંક એકાઉન્ટ, પાસબુક (Passbook) અને ચેકબુક (checkbook) સહિતની કીટ સાયબર માફિયાઓને પધરાવી દેતા હતા. આમ બેંક એકાઉન્ટ કીટ હાથમાં આવી ગયા પછી આરોપીએ લોકો સાથે ઓનલાઈન ઠગાઈ કરતા હતા. અને ભાડેથી મેળવેલા બેંક ખાતાના મારફતે રૂપિયાનું ટ્રાન્જેક્શન (Transaction) કરતા હતા. જેથી બેંક ખાતામાંથી પોલીસને કોઈ પુરાવો ના મળે.

Advertisement

પોલીસ તપાસમાં થયા કેટલાક ખુલાસા

પોલીસે તપાસ કરતા ખુલાસો થયો છે કે, સાયબર ફ્રોડ કરનારા આરોપીઓ બેંક ધારકોને ઊંચા કમિશન (Commission) ની લાલચ આપતા હતા. રૂપિયાની લાલચમાં આવીને શખ્સો પોતાના બેંક ખાતા આરોપીઓને ઓપરેટ (Operate) કરવા માટે આપી દેતા હતા. આ બેંક એકાઉન્ટના માધ્યમથી આરોપીઓએ છેલ્લા 12 મહિનાના સમયગાળામાં અનેક લોકોને ટાર્ગેટ (Target) કર્યા છે. એટલું જ નહીં પણ પોલીસે તપાસ કરતા બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાના વ્યવહારો થયા હોવાની વિગતો પણ સામે આવી છે.

આરોપીઓને પકડવા પોલીસની કડક કાર્યવાહી

Jamnagar OPARATION MUL_GUJARAT_FIRST

જામનગર શહેરની A ડિવિઝન, B ડિવિઝન અને C ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં કાલાવડ ગ્રામ્ય અને ધ્રોલ પોલીસે 19 જેટલા શખ્સો વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ છેતરપિંડીના ગુના દાખલ કર્યા છે.તો શંકાના આધારે પોલીસે 190થી વધુ બેંક એકાઉન્ટની તપાસ કરી છે. 170થી વધુ એટીએમમાં પણ ટ્રાન્જેક્શન તપાસ કરવામાં આવ્યા. આમ આ સાયબર ક્રાઈમના ગુનાઓને ડામવા માટે પોલીસ સહેજ પણ ઢીલું મૂકવા નથી માંગતી.

આ પણ વાંચો- Surat: બારડોલીમાં 11થી વધુ ગોડાઉનમાં ભીષણ આગ, 15થી વધારે ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે

આ પણ વાંચો- Bhavnagar: અલંગમાં 17 તારીખે થનારા ડિમોલિશનનો ઉગ્ર વિરોધ, રોષે ભરાયેલા લોકોએ કાઢી વિશાળ રેલી

Tags :
Advertisement

.

×