Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: ફરી એકવાર કોંગો ફીવરની દસ્તક, જામનગરમાં આધેડ વયના વ્યક્તિનું મોત

Jamnagar: જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડેનુ કોંગો ફીવરથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
jamnagar  ફરી એકવાર કોંગો ફીવરની દસ્તક  જામનગરમાં આધેડ વયના વ્યક્તિનું મોત
Advertisement
  1. જામનગરમાં આધેડનું કોંગો ફીવરથી એકનું મોત
  2. જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડેનુ મોત
  3. કોંગો ફીવરથી એકના મોતથી આરોગ્યતંત્રમાં મચી દોડધામ

Jamnagar: ગુજરાતમાં ફરી એકવાર કોંગો ફીવરે દસ્તક દીધી છે. વાત કરવામાં આવે તો, જામનગરમાં આધેડનું કોંગો ફીવરથી એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, એક આધેડનું મોત થતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડેનુ કોંગો ફીવરથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. કોંગો ફીવરથી એકનું મોત થતા અત્યારે લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

Advertisement

જામનગરમાં પાંચ વર્ષ બાદ ફરી આવ્યો કોંગો ફીવર

નોંધનીય છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગઈકાલે એક અઠવાડિયાની સારવાર બાદ આધેડે છેલ્લા શ્વાસ લીધા છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિ વિદેશથી જામનગર આવ્યો હતો. જેનું કોંગો ફીવરના કારણે મોત થયું છે. તમને જણાવી દઈએ કે, ક્રિમિઅન-કોંગો હેમરેજિક ફીવરનો પ્રથમ કેસ જામનગરમાં વર્ષ 2019માં નોંધાયો હતો. મળતી વિગતો પ્રમાણે સરકારી હોસ્પિટલના રેસીડેન્ટ મહિલા તબીબને કોંગો થયો હતો. પરંતુ હવે ફરી એકવાર કોંગો ફીવરે દેખાદીધા છે. પાંચ વર્ષ બાદ કોંગો વાયરસે દેખાતાં શહેરવાસીઓમાં ભય ફેલાયો છે.

Advertisement

કોંગો ફીવરના લક્ષણો આવા હોય છે

  1. સંક્રમિત થનારા દર્દીઓએ તાવની સાથે માંસ પેશીઓમાં દુ:ખાવો થયા છે
  2. સંક્રમિત થનારા દર્દીઓએ માથાનો દુ:ખાવા સાથે ચકકર પણ આવે છે
  3. સંક્રમણ થનારાને 2 થી 4 દિવસ પછી ઉંઘ નથી આવતી
  4. ડિપ્રેશન અને પેટના દુ:ખાવાની પણ ફરિયાદ રહે છે
  5. મોં, ગળા અને સ્કીન પર ફોલ્લીઓ પણ થતી હોય છે

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×