Gopal Italia : MLA ગોપાલભાઈ ઈટાલિયા પર જૂતું ફેંકનાર શખ્સ કોણ ? Video આવ્યો સામે!
- Gopal Italia પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહનું નિવેદન
- "મેં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકી પ્રદીપસિંહનો બદલો લીધો"
- "પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું તેને લાંબો સમય થઈ ગયો છે"
- આજ મને મોકો મળ્યો એટલે મેં બદલો લીધો છે: છત્રપાલસિંહ
Jamnagar : આજે જામનગર ખાતે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને MLA ગોપાલભાઈ ઈટાલિયાની (Gopal Italia) જાહેર સભાનું આયોજન કરાયું હતું, જેમાં એક મોટી ઘટના બની હતી. ગોપાલભાઈ ઈટાલિયા જ્યારે સભા સંબોધિ રહ્યા હતા ત્યારે સ્ટેજ પાસે બેઠેલા એક શખ્સે તેમનાં પર જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનાં કેટલાક વીડિયો પણ વાઇરલ થયા છે. જો કે, આ શખ્સ કોણ છે ? અને તેણે ગોપાલભાઈ ઇટાલિયા પર જૂતું કયાં કારણોસર ફેંક્યું તેને લઈને માહિતી સામે આવી છે. જૂતું ફેંકનાર શખ્સની ઓળખ છત્રપાલ સિંહ (Chhatrapal Singh) તરીકે થઈ છે. તેણે પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradeepsinh Jadeja) પર ગોપાલભાઈએ ફેંકેલા જૂતાનો હિસાબ સરભર કરવા આવું કર્યું હોવાનું જણાવ્યું છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - Gopal Italia: સ્ટેજ નજીક બેઠેલા અજાણ્યા શખ્સે પહેલા માવો ખાધો, પછી અચાનક ઊભા થઈ ફેંકાયું જૂતું! Video
Jamnagar : ગોપાલ પર જુતુ ફેંકી
પ્રદિપસિંહ જાડેજાનો બદલો લીધો | Gujarat FirstGopal Italia પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહનું નિવેદન
"મેં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકી પ્રદીપસિંહનો બદલો લીધો"
"પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું તેને લાંબો સમય થઈ ગયો છે"
સમાજ પ્રેમી હોવાના કારણે મે આવું… pic.twitter.com/2sRaTxvAaH— Gujarat First (@GujaratFirst) December 5, 2025
Gopal Italia પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહનું નિવેદન
જામનગરમાં આજે આપ નેતા અને વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની (Gopal Italia) જાહેર સભા યોજાઈ હતી, જેમાં એક અજાણ્યા શખ્સ દ્વારા તેમનાં પર જૂતું ફેંકીને હુમલાનો પ્રયાસ કરવામાં આવતા એકાએક ચાલુ સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. આપ કાર્યકર્તાઓએ શખ્સને પકડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. જો કે, ત્યાર હાજર પોલીસ જવાનોએ (Jamnagar Police) જૂતું ફેંકનારા શખ્સને લોકોથી દૂર કરી બચાવ્યો હતો અને અટકાયત કરી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હવે હુમલાનો પ્રયાસ કરનારા શખ્સની ઓળખ સામે આવી છે. તેનું નામ છત્રપાલ સિંહ હોવાનું જાણવા મળ્યું છે અને તેણે પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલભાઈએ ફેંકેલા જૂતાનો હિસાબ સરભર કરવા આવું કર્યું હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો - Rajkot: ચકચારી રાજકુમાર જાટ કેસમાં મોટા સમાચાર, ગણેશ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટ
"મેં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકી પ્રદીપસિંહનો બદલો લીધો"
છત્રપાલસિંહ નામના એક શખ્સનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહે છે કે, 'મેં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકી પ્રદીપસિંહનો બદલો લીધો છે. પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું તેને લાંબો સમય થઈ ગયો છે. આજ મને મોકો મળ્યો એટલે મેં બદલો લીધો છે. સમાજ પ્રેમી હોવાના કારણે મેં આવું કૃત્ય કર્યું છે.' માહિતી અનુસાર, છત્રપાલસિંહ હાલ કોંગ્રેસનાં કાર્યકર અને મહાકાલસેનામાં હોદ્દેદાર છે.
આ પણ વાંચો - Chhota Udepur: 'તાળા કટાઈ ગયા પણ લોકાર્પણ નહીં', તૈયાર આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ કેમ અટવાઈ?


