Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : વરસાદ બંધ થયાને 12 કલાક થયા છતાં નથીં ઓસર્યા પાણી, લોકોમાં રોષ

નવરાત્રિ વચ્ચે મેઘરાજાનું પુન:આગમન થતાં ગરબાની મજા બગડી છે, જેનાં કારણે ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે.
jamnagar   વરસાદ બંધ થયાને 12 કલાક થયા છતાં નથીં ઓસર્યા પાણી  લોકોમાં રોષ
Advertisement
  1. Jamnagar માં ભારે વરસાદનાં કારણે અનેક વિસ્તારો પાણી-પાણી
  2. વરસાદ બંધ થયાને 12 કલાક બાદ પણ વૈશાલીનગરમાં વરસાદી પાણી ભરાયા
  3. વૈશાલીનગરનાં રસ્તાઓમાં હજુ પણ ગોઠણડૂબ પાણી
  4. વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી સર્જાઈ સમસ્યા
  5. સ્થાનિક નાગરિકોએ તંત્ર પર કાઢ્યો બળાપો

Jamnagar : ગુજરાતમાં જ્યાં એક નવરાત્રિની (Navratri 2025) ઉમળકાભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી તરફ નવરાત્રિ વચ્ચે મેઘરાજાનું પુન:આગમન થતાં ગરબાની મજા બગડી છે, જેનાં કારણે ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. જામનગરમાં પણ ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. વરસાદ બંધ થયાને 12 કલાક બાદ પણ વૈશાલીનગરમાં પાણી જ પાણી જોવા મળ્યા છે. વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન હોવાથી લોકોને ભારે સમસ્યા વેઠવી પડી રહી છે.

આ પણ વાંચો -Banas Dairy Election : વધુ એક બેઠક બિનહરીફ, શંકર ચૌધરીનો દબદબો યથાવત!

Advertisement

Jamnagar માં વૈશાલીનગરનાં રસ્તાઓ પણ હજું પણ ઘૂંટણસમા પાણી

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં (Jamnagar) ગઈકાલે થયેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ગરબા ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણીનાં કારણે કાદવ-કીચડની સમસ્યા ઉદ્ભવી છે. વરસાદ બંધ થયાને 12 કલાક બાદ પણ વૈશાલીનગરમાં પાણી-પાણી જોવા મળી રહ્યા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી રોડ-રસ્તા ગરકાવ થયા છે, જેનાં કારણે નવરાત્રિ દરમિયાન સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોએ બળાપો કાઢ્યો છે.

Advertisement

આ પણ વાંચો -Arjun Modhwadia : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો અનોખો અંદાજ, Video વાઇરલ

વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી

જણાવી દઈએ કે, હવામાન વિભાગે (Meteorological Department) ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે, જે મુજબ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહી છે, જેનાં કારણે રાજકોટ, પોરબંદર, દ્વારકા, દીવ અને ભાવનગર સહિતનાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલમાં 2 સિસ્ટમ કાર્યરત છે જ્યારે વધુ એક સિસ્ટમ અંદમાન નિકોબારમાં સક્રિય થઈ રહી છે. આથી, આગામી સમયમાં વરસાદ હજું પણ વધવાની સંભાવના છે. 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી છે.

આ પણ વાંચો -Gujarat Politics : મોરબી બાદ હવે રાજકોટમાં 'ચેલેન્જ' ની રાજનીતિ!

Tags :
Advertisement

.

×