Pirotan Island પર રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ માટે જોખમી ગેરકાયદેસરનાં દબાણો પર ફર્યું 'દાદા' નું બુલડોઝર
- રાજ્યનાં ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ!
- Pirotan Island પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસરનાં દબાણો દૂર કરાયા
- અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું
- Pirotan Island ને મૂળ સ્થિતિમાં લાવવા તંત્રનો ફરી પ્રયાસ
રાજ્યમાં ગેરકાયદેસરનાં દબાણો સામે સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જે હેઠળ યાત્રાધામ બેટ દ્વારકામાં (Bet Dwarka) છેલ્લા 3 દિવસથી મેગા ડિમોલિશનની કામગીરી (Mega Demolition Operation) ચાલી રહી છે અને કરોડો રૂપિયાની કિંમત ધરાવતી સરકારી જમીનો પરના ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જો કે, બાલાપર, ઓખા બાદ હવે ગુજરાતનાં ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ પીરોટન ટાપુ પર યોજાઈ હતી જે હેઠળ ગેરકાયદેસરનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું
Pirotan Island : પીરોટન ટાપુ થયો દબાણમુક્ત | GujaratFirst@Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @CollectorJamngr @SP_Jamnagar #MarineLifeProtection #EnvironmentalProtection #PirotanRestoration #GujaratFirst pic.twitter.com/Vt2eoZ8L3b
— Gujarat First (@GujaratFirst) January 13, 2025
ગેરકાયદેસર દબાણો સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ
માહિતી અનુસાર, દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસરનાં દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગેરકાયદેસર દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અમલમાં છે. પીરોટન ટાપુની વાત કરીએ તો અંદાજે 4,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનાં રક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો - Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, હવે ઓખામાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર
પીરોટન ટાપુ પર રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ માટે જોખમી દબાણો દૂર કરાયા
પીરોટન ટાપુનાં આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસનાં વિસ્તારમાં આવેલા મહત્ત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. જો કે, હવે તંત્રે ગેરકાયદેસરનાં અતિક્રમણને દૂર કરી જગ્યા ખાલી કરી છે. માહિતી અનુસાર, પીરોટન ટાપુ પરનાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવા માટે નાવ થકી JCB મશીન ટાપુ પર લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Surat : વાલીઓ ધ્યાન રાખજો! પાણીની ટાંકીમાં પડી જતાં માસૂમ બાળકનું મોત
આ કડક કાર્યવાહી પાછળનાં કારણો :
> રાષ્ટ્રીય સુરક્ષા : પીરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે, જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે.
> સમુદ્રી જીવસૃષ્ટિ : પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંનાં કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.
> લોકોની અવરજવર : અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા.
> NDPS સંબંધી પ્રવૃત્તિઓ : આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું.
> સમુદ્રી વનસ્પતિને નુકસાન : અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટાપાયે નુકસાન થઈ રહ્યું હતું.
> મહત્ત્વના ઉદ્યોગો માટે ખતરો : જીએસએફસી, રિલાયન્સ, નયારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્ત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરા સમાન હતી.
માહિતી અનુસાર, આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.
આ પણ વાંચો - Vadtaldham : પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને ગુલાબનાં ફૂલોનો ભવ્ય શણગાર, હીરાજડિત મુગટ પહેરાવાયો


