Jamnagar : ન.પા.ની ચૂંટણી પૂર્વે 2 હોમગાર્ડ સસ્પેન્ડ, 7 સભ્ય-કાર્યકરો સામે BJP ની કડક કાર્યવાહી
- Jamnagar માં મંજૂરી વગર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા 2 હોમગાર્ડઝ સસ્પેન્ડ
- જામનગરમાં જિલ્લા કમાન્ડન્ટ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી
- જામનગરની ત્રણ નપાની ચૂંટણીમાં ભાજપની મોટી કાર્યવાહી
- પક્ષ વિરૂદ્ધ કાર્યવાહી કરનાર 7 સભ્ય-કાર્યકરોને સસ્પેન્ડ કરાયા
જામનગરમાં (Jamnagar) નગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. દરમિયાન, હોમગાર્ડનાં બે સભ્યોને નેતા બનવાનાં અભરખા ભારે પડ્યા છે. અધિકારીની મંજૂરી લીધા વગર જ નગરપાલિકાની ચૂંટણીનાં ફોર્મ ભરતા જિલ્લા કમાન્ડન્ટે બંને હોમગાર્ડઝ સભ્યને સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ ભાજપે (BJP) પણ પક્ષ વિરુદ્ધ કામ કરનાર 7 સભ્ય-કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે.
આ પણ વાંચો - Jamnagar: ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જીતનો દાવો કર્યો, લોકો કોને પસંદ કરશે?
અધિકારીની મંજૂરી લીધા વગર પાલિકાની ચૂંટણીના ફોર્મ ભર્યા
જામનગરમાં નગરપાલિકાની ચૂંટણી (Jamnagar Municipal Corporation Election) જંગ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, જામનગર જિલ્લાનાં જામજોધપુર તાલુકા (Jamjodhpur) યુનિટનાં બે હોમગાર્ડઝ સભ્ય પ્રકાશ વેણીશંકર વ્યાસ અને હિરેન અરવિંદભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને હોમગાર્ડઝ સભ્યોએ જિલ્લા હોમગાર્ડઝ કચેરી કે વડી કચેરીની પૂર્વ મંજૂરી લીધા વગર જ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા બંન્ને સભ્યોને બીજો હુકમ ના થાય ત્યાં સુધી દળમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. જણાવી દઈએ કે, હોમગાર્ડઝ દળના જવાનો હોમગાર્ડઝ એક્ટની કલમ-9 હેઠળ સરકારી કર્મચારીઓ ગણવામાં આવે છે. તેઓને કોઈ પણ રાજકીય પક્ષ તરફથી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવી હોય તો જિલ્લા હોમગાર્ડઝ કચેરી અથવા તો વડી કચેરીની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક હોય છે.
આ પણ વાંચો - Amreli Letter Kand : સંસદમાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો મુદ્દો, નાથાલાલ સુખડિયા-નારણ કાછડિયા સામસામે!
પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારા સભ્યો સામે BJP ની લાલ આંખ!
બીજી તરફ જામનગર જિલ્લા ભાજપ (Jamnagar BJP) પણ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. કારણ કે ચૂંટણી દરમિયાન પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારા સભ્યો સામે પક્ષે લાલ આંખ કરી છે. માહિતી અનુસાર, કાલાવડ, ધ્રોલ અને જામજોધપુર નગરપાલિકાઓમાં પક્ષ વિરુદ્ધ કામ કરનાર સભ્યો-કાર્યકરોને પક્ષે સસ્પેન્ડ કર્યા છે. જામનગર જિલ્લામાં મતદાન પૂર્વે ભાજપે 7 સભ્યો-કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે.
સસ્પેન્ડ કરાયેલ સભ્યો :
(1) હરિશચંદ્રસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર, કાલાવડ નગરપાલિકા
(2) રાજુભાઈ કાલરિયા, APMC, જામજોધપુર
(3) ચંદ્રિકાબેન ખાંટ, પ્રમુખ, જામજોધપુર મહિલા મોરચા
(4) વિરાભાઈ કટારા
(5) હિતેષ ભોજાણી, સહકન્વીનર, જિલ્લા આર્થિક સેલ
(6) ચન્દ્રકાંતભાઈ વલેરા, કાર્યકર્તા, ધ્રોલ
(7) લાલજીભાઈ વિંઝુડા, પૂર્વ પ્રમુખ, અનુ.જાતી મોરચા
આ પણ વાંચો - માયાભાઈ આહીરનો ચાહકો માટે હોસ્પિટલમાંથી Video સંદેશ, સ્વાસ્થ્ય અંગે કહી આ વાત


