Jamnagar : શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા યુવકનું મોત!
- Jamnagar શહેરમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું
- વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા યુવકનું મોત
- હિતેન્દ્રભાઇ વસોયા નામના અમદાવાદનાં યુવાનનું મોત
- કોમર્શિયલ કોમ્પલેક્સમાં ઇલેક્ટ્રિકનાં કામ દરમિયાન ઘટના ઘટી
Jamnagar : શહેરમાં વીજ કરંટથી એક આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફર્નિચર અને ઇલેક્ટ્રિક કામ દરમિયાન ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે સ્થાનિક પોલીસે (Jamnagar Police) મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ambaji : આજથી અષાઢી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, નવા સરપંચ સહિત ભક્તો મંદિરે પહોંચ્યા
શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા યુવકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં શહેર (Jamnagar) છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદનાં કારણે ઠેર ઠરે પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. દરમિયાન, શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - VADODARA : લાંચિયા જોડે પકડદાવનો અંત, ACB ના હાથે બે અધિકારી લાગ્યા
અમદાવાદનાં હિતેન્દ્રભાઇ વસોયાનું મોત થયું
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) હિતેન્દ્રભાઇ વસોયા જામનગર શહેરમાં અંબર સિનેમા નજીક આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફર્નિચર અને ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યા હતા. દરમિયાન, વરસાદી વાતાવરણ વચ્ચે હિતેન્દ્રભાઈને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કંરટથી હિતેન્દ્રભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આશાસ્પદ યુવાનને ગુમાવતા પરિવાર શોકમગ્ન થયો છે.
આ પણ વાંચો - Umesh Makwana : પાટીદાર આંદોલન મુદ્દે ઉમેશ મકવાણાના નિવેદન પર દિનેશ બાંભણીયાના પ્રહાર!


