ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : સુવરડા ગામ નજીક એરફોર્સનું લડાકુ વિમાન ક્રેશ, કલેક્ટર-પોલીસ ટીમ ઘટના સ્થળે

કલેકટરે જણાવ્યું કે, પ્લેન ક્રેશની પ્રાથમિક વિગત મળી છે. ફાઈટર પ્લેન ક્રેશ થતાની સાથે જ આગ લાગી.
10:07 PM Apr 02, 2025 IST | Vipul Sen
કલેકટરે જણાવ્યું કે, પ્લેન ક્રેશની પ્રાથમિક વિગત મળી છે. ફાઈટર પ્લેન ક્રેશ થતાની સાથે જ આગ લાગી.
Jamnagar_gujarat_first
  1. Jamnagar માં સુવરડા ગામ નજીક એરફોર્સનું લડાકુ વિમાન ક્રેશ
  2. ફાઈટર પ્લેન ક્રેશ થતાની સાથે જ આગ લાગી, ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
  3. પ્લેનમાં 2 પાઈલોટ હોવાની માહિતી, એક પાયલટ મળી આવ્યા, અન્યની શોધ
  4. વાયુસેનાનું જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ, દુર્ઘટના કેવી રીતે થઈ તેની તપાસ થશે

જામનગરમાંથી (Jamnagar) મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જામનગર જિલ્લાનાં સુવરડા ગામ નજીક વાયુસેનાનું જેગુઆર ફાઈટર પ્લેન (Air Force Jaguar fighter Plane Crashes) ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતાં તેમાં આગ લાગી છે. આગનાં કારણે દૂર-દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા ઉડતા દેખાયા છે. વિમાન દુર્ઘટના અંગે જાણ થતાં કલેક્ટર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનમાં બે પાયલોટ સવાર હતા, જે પૈકી એક પાયલોટને ઇજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક પાયલોટની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચો - Deesa Blast : FIRમાં ગેરકાયદે ફેક્ટરીના માલિકોની પોલ ખુલી, શ્રમિકો MPના બ્લાસ્ટ બાદ રોજગાર માટે ગુજરાત આવ્યા

પ્લેનમાં 2 પાઈલોટ હોવાની માહિતી, એક પાયલટ મળી આવ્યા અન્યની શોધ

જામનગરનાં (Jamnagar) સુવરડા ગામ નજીક મોટી દુર્ઘટના ઘટી છે. વાયુસેનાનું એક જેગુઆર ફાઈટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વિમાન ક્રેશ થતાં તેમાં આગ લાગી છે. આગનાં કારણે ધુમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ અને કલેક્ટર સ્થળે પહોંચ્યા છે અને કામગીરી હાથ ધરી છે. SP પ્રેમસુખ ડેલુનાં જણાવ્યા અનુસાર, પ્રાથમિક માહિતી અનુસાર વિમાનમાં બે પાયલોટ સવાર હતા, જે પૈકી એક પાયલોટને ગંભીર ઇજાઓ થતાં ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય પાયલોટની હાલ શોધખોળ ચાલી રહી છે. જેગુઆર ફાઈટર વિમાન (Air Force Jaguar fighter Plane Crashes) કેવી રીતે ક્રેશ થયું તે અંગે પણ હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. હાલ, રેસ્ક્યૂ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

શું છે જેગુઆર ફાઈટ પ્લેન ?

જેગુઆર એરક્રાફ્ટનો નેવી અને એરફોર્સ બંને ઉપયોગ કરે છે. દેશની સીમાઓની નજર રાખવા અને અટેક કરવામાં જેગુઆક એરક્રાફ્ટનો (Air Force Jaguar fighter Plane ) ઉપયોગ કરવામાં આવે છે. જેગુઆર એરક્રાફ્ટની અંદાજે 150 થી 190 કરોડ કિમંત હોય છે. ભારત પાસે હાલ લગભગ 120 કરતા વધુ જેગુઆર એરક્રાફ્ટ છે. 1970 માં HAL સાથે મળીને વાયુસેનામાં સમાવેશ કરવામા આવ્યો હતો. જેગુઆરનું મુખ્યકામ દુશ્મન પર બોમ્બ ફેંકવા અને સીમાની નીગરાની કરાવું છે. દેશમાં આ એરક્રાફ્ટનો મહત્તમ ઉપયોગ બોર્ડર વિસ્તાર પર થાય છે. આ એરક્રાફ્ટ જમીન અને હવા બંને પર દુશ્મનોનો ખાતમો કરી શકે છે. આ લડાકુ વિમાનમાં અત્યાધુનિક ઈન્ફ્રારેડ સિસ્ટમ અને રડાર લાગેલી હોય છે. આ લડાકુ વિમાનની 800 કિમી કરતા વધુનાં રેન્જ છે.

આ પણ વાંચો - Deesa Blast : શક્તિસિંહ ગોહિલનાં ગંભીર આરોપ, ઋષિકેશ પટેલ અને હિતેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

બે દિવસ પહેલા મહેસાણામાં ટ્રેનિંગ વિમાનને અકસ્માત નડ્યો હતો

નોંધનીય છે કે બે દિવસ પહેલા મહેસાણા જિલ્લાનાં (Mehsana) ઉચરપી ગામ નજીક એક ટ્રેનિંગ વિમાનને અકસ્માત (Training Airplane Accident) નડ્યો હતો. આ દુર્ઘટનામાં એક મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત થઈ છે. દુર્ઘટના સમયે પ્લેનમાં એક ટ્રેઈની મહિલા પાઇલટ અને એક પુરુષ ટ્રેનર સવાર હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસની ટીમ સહિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને ઇજાગ્રસ્ત મહિલા પાયલોટને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બ્લ્યુ રે નામની પ્રાઇવેટ કંપની પાઇલોટ માટેની ટ્રેનિંગ આપી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો - Deesa Blast : સરકારે SIT ની રચના કરી, મૃતકનાં પરિવારની CM ને રજૂઆત, કથાકાર મોરારીબાપુની જાહેરાત

Tags :
Air Force fighter jetAir Force Jaguar fighter Planefighter jet crashesGUJARAT FIRST NEWSJamnagarJamnagar CollectorJamnagar PoliceMehsanaSuvarda villageTop Gujarati NewsTraining Airplane Accident
Next Article