Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : મોબાઈલના વળગણ સામે જાગૃતિ અભિયાન, બાળકોએ કર્યું Fun Walk નું આયોજન

Jamnagar : જામનગર શહેરમાં બાળકોને મોબાઈલના વળગણ (mobile addiction) થી દૂર રાખવા અને પરંપરાગત શેરી-ગલીની રમતોને પુનઃજન્મ આપવાના ઉદ્દેશ્ય સાથે લાઈફફ્લિક્સ સંસ્થા દ્વારા શહેરના 8 સ્થળોએ "Fun Walk"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 6થી 12ના આશરે 110 વિદ્યાર્થીઓ (students) એ આયોજન અને સંચાલનમાં ભાગ લીધો.
jamnagar   મોબાઈલના વળગણ સામે જાગૃતિ અભિયાન  બાળકોએ કર્યું fun walk નું આયોજન
Advertisement
  • જામનગર શહેરમાં 8 સ્થળોએ ફનવોકનું આયોજન
  • મોબાઈલના વળગણ સામે જાગૃતિ અભિયાન
  • બાળકો દ્વારા ફનવોકનું આયોજન કરાયું
  • બેનરો, સુત્રો અને વિવિધ રમતો દ્વારા સંદેશો આપ્યો

Jamnagar : જામનગર શહેરમાં બાળકોને મોબાઈલના વળગણ (mobile addiction) થી દૂર રાખવા અને પરંપરાગત શેરી-ગલીની રમતોને પુનઃજન્મ આપવાના ઉદ્દેશ્ય સાથે લાઈફફ્લિક્સ સંસ્થા દ્વારા શહેરના 8 સ્થળોએ "Fun Walk"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 6થી 12ના આશરે 110 વિદ્યાર્થીઓ (students) એ આયોજન અને સંચાલનમાં ભાગ લીધો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો, પત્રકારો, જિલ્લા કલેક્ટર, કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. જણાવી દઇએ કે મોબાઈલની લત આજે બાળકોના અભ્યાસ, આરોગ્ય, સંબંધો અને વાસ્તવિક જીવન પર ગંભીર નકારાત્મક અસર કરી રહી છે, જે સૌથી મોટી સમસ્યા બની છે.

ફન વોકનું આયોજન અને જાગૃતિ અભિયાન

જામનગરના જોગર્સ પાર્ક, વિરલ બાગ, સત્યસાંઈ સ્કૂલ, પેલેસ ગ્રાઉન્ડ, ગીતા મંદિરથી જોગર્સ પાર્ક સુધીના 3 કિલોમીટરના અંતરે 8 સ્થળોએ આયોજિત આ ફન વોકમાં બાળકોએ બેનરો, સૂત્રો અને વિવિધ રમતો દ્વારા મોબાઈલના એડિક્શનનો રમત સાથે સંદેશો આપ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓને મોબાઈલના અતિશય ઉપયોગથી થતી સમસ્યાઓથી વાકેફ કરવાનો હતો. બાળકોએ રમતો દ્વારા મોબાઈલના વધુ ઉપયોગથી જીવનસંતુલન ગુમાવવાની સમસ્યા અને તેના ઉકેલો વિશે માહિતી આપી.

Advertisement

લાઈફફ્લિક્સ સંસ્થાનો અનોખો પ્રયાસ

જામનગર શહેરના શિક્ષિત યુવાનો દ્વારા સંચાલિત લાઈફફ્લિક્સ સંસ્થા વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર પ્રેક્ટિકલ જ્ઞાન આપવા અને મોબાઈલ એડિક્શન સામે જાગૃતિ ફેલાવવા કાર્યરત છે. આ ફન વોક દ્વારા બાળકો અને વાલીઓને સ્માર્ટફોનના સમતોલ ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા, જેથી તેઓ તેની નકારાત્મક અસરોથી બચી શકે. આ પ્રયાસે બાળકોને વાસ્તવિક જીવનની રમતો અને પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહન આપ્યું.

Advertisement

આ પણ વાંચો :  Jamnagar માં સ્ત્રી મિત્રને ચોકલેટ ખવડાવી વેપારીને પડી ભારે, દુકાનદારે બ્લેકમેઈલ કરી પડાવ્યા રૂપિયા!

Tags :
Advertisement

.

×