Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : બિસ્માર રોડ, મસમોટા ખાડાઓની સમસ્યા સામે અનોખો વિરોધ, આંદોલનની પણ ચીમકી

શહેરનાં વોર્ડ નં.12 માં વિપક્ષી નગરસેવકોએ ખાડાઓનું કેક કાપી જન્મદિવસ ઉજવી નવતર વિરોધ કર્યો હતો.
jamnagar   બિસ્માર રોડ  મસમોટા ખાડાઓની સમસ્યા સામે અનોખો વિરોધ  આંદોલનની પણ ચીમકી
Advertisement
  1. Jamnagar મનપાનાં વિપક્ષનાં નગરસેવકોએ અનોખો વિરોધ કર્યો
  2. નગરસેવકોએ નવતર વિરોધ સાથે ખાડાઓનાં વધામણાં કર્યા
  3. શહેરના વોર્ડ નં. 12 માં વિપક્ષી નગરસેવકોએ દર્શાવ્યો નવતર વિરોધ
  4. ખાડાઓનો જન્મદિવસ ઊજવણી હોય તેમ કેક કાપી દેખાવ કર્યા

Jamnagar : જામનગરમાં બિસ્માર રોડ-રસ્તા અને ઠેર ઠેર ખાડાની સમસ્યાથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે જનતાની પોકાર સત્તાધીશો સુધી પહોંચાડવા માટે વિપક્ષી નગરસેવકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. નગરસેવકોએ નવતર વિરોધ હેઠળ ખાડાઓનાં વધામણાં કર્યા હતા. શહેરનાં વોર્ડ નં.12 માં વિપક્ષી નગરસેવકોએ ખાડાઓનું કેક કાપી જન્મદિવસ ઉજવી નવતર વિરોધ કર્યો હતો. સાથે જ આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો ઊગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો - Bharuch ની ચર્ચાસ્પદ દૂધધારા ડેરીની ચૂંટણીમાં આવી શકે છે નવો વળાંક...!આ પેનલમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચાય તેવી સંભાવના

Advertisement

Advertisement

Jamnagar મનપાનાં વિપક્ષનાં નગરસેવકોનો અનોખો વિરોધ

જામનગરમાં (Jamnagar) શહેરનાં વોર્ડ નં.12 માં નગરસેવકો દ્વારા બિસ્માર રોડ-રસ્તા અને ઠેર ઠેર ખાડાની સમસ્યા સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષી નગરસેવકોએ (Opposition Corporators) ભેગા થઈને ખાડાઓનાં વધામણાં કર્યા હતા. વિસ્તારમાં મસમોટા ખાડાથી હાલાકી અનુભવતા સ્થાનિકોને સાથે રાખી વિપક્ષી નગરસેવકોએ કેક કાપીને ખાડાઓનો જન્મદિવસ ઊજવ્યો હતો. સાથે જ રાહદારીઓને ઇજા ન પહોંચે તે માટે રસ્તા પરનાં ખાડાઓને તબીબી સારવાર અર્થે પાટાપિંડી પણ કરાઈ હતી.

આ પણ વાંચો - Patan : સરસ્વતી નદીમાં નહાવા ગયેલી 3 પૈકી 2 કિશોરીનાં મોત, એકની હાલત ગંભીર

આગામી દિવસોમાં નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

માહિતી અનુસાર, મનપા તંત્રને (JMC) અનેક રજુઆત કર્યા છતાં ઘણા સમયથી સમસ્યાનું કોઈ નિરાકરણ ન થતું હોવાની લોકો દ્વારા ફરિયાદ ઊઠી છે. સાથે જ મસમોટા ખાડાઓને લીધે અવાર નવાર અકસ્માત થતા હોવાનો પણ આક્ષેપ છે. આગામી દિવસોમાં જો રોડ-રસ્તાઓનું સમારકામ નહીં થાય અને આ સમસ્યાનો જલદી નિરાકરણ નહિ તો વિપક્ષી નગરસેવકો દ્વારા ઊગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો - શક્તિપીઠ અંબાજી મંદિરમાં 10 સપ્ટેમ્બરે પ્રક્ષાલન વિધિ યોજાશે,આરતીના સમયમાં કરાયો ફેરફાર

Tags :
Advertisement

.

×