Jamnagar : 80 ફૂટ ઊંચા બ્રિજ પરથી કાર ઊંડ નદીમાં ખાબકી, 4 યુવાનનો ચમત્કારી બચાવ
- Jamnagar માં ઊંડ નદીનાં બ્રિજ પાસે અકસ્માત સર્જાયો
- જોડિયા-કુંનળ વચ્ચે ઊંડ નદીનાં બ્રિજ નીચે કાર ખાબકી
- અકસ્માતમાં 4 યુવાનનો ચમત્કારી બચાવ થયો
- 4 યુવાન હડિયાણાથી જોડિયા તરફ આવી રહ્યા હતા
- અચાનક રોડ પરથી 80 ફૂટના બ્રિજ નીચે કાર ખાબકી
Jamnagar : જામનગરમાં ઉંડ નદીનાં બ્રિજ નીચે કાર ખાબકી હતી. આ અકસ્માતમાં 4 યુવાનનો ચમત્કારિક બચાવ થયો છે. ચાર યુવાનો હડિયાણાથી જોડિયા (Hadiyana to Jodiya) તરફ આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જોડિયા અને કુન્નડ ગામ વચ્ચે અચાનક રોડ પરથી 80 ફૂટ ઊંચા પુલથી કાર નીચે ખાબકી હતી. જો કે, ઘટનાની જાણ થતાં જોડિયા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને યુવાનોના બચાવની કામગીરી હાથ ધરી હતી. ચારેય યુવાનને સહી-સલામત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે.
આ પણ વાંચો - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને આપી દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો
Jamnagar માં ઊંડ નદીનાં બ્રિજ પરથી કાર નીચે ખાબકી
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના (Jamnagar) જોડિયા અને કુંનળ વચ્ચે આવેલ ઊંડ નદીનાં પુલ ખાતે આજે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. કારમાં 4 યુવાન હડિયાણાથી જોડિયા તરફ આવી રહ્યા હતા. ત્યારે, કુન્નડ ગામ પાસે રોડ પરથી 80 ફૂટ ઊંચા પુલ પરથી અચાનક કાર નીચે ખાબકી હતી. આ ઘટના અંગે જાણ થતાં જોડિયા પોલીસની ટીમ ત્વરિત બનાવ સ્થળે પહોંચી હતી અને યુવાનોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
Jamnagar માં Und River Bridge પાસે સર્જાયો અકસ્માત | Gujarat First
જોડિયા-કુંનળ વચ્ચે ઉંડ નદીના બ્રિજ નીચે કાર ખાબકી
અકસ્માતમાં 4 યુવાનોનો ચમત્કારી બચાવ થયો
4 યુવાનો હડિયાણાથી જોડિયા તરફ આવી રહ્યા હતા
અચાનક રોડ પરથી 80 ફૂટના બ્રિજ નીચે કાર ખાબકી
પોલીસે ઘટનાસ્થળે પહોંચી બચાવની… pic.twitter.com/oo6Q8u1f0s— Gujarat First (@GujaratFirst) October 7, 2025
આ પણ વાંચો - Rajkot : મુસાફરોથી ધમધમતા રાજકોટ ST બસ સ્ટેન્ડમાં ગમખ્વાર અકસ્માત, 65 વર્ષીય વૃદ્ધનું મોત
અકસ્માતમાં ચારેય યુવાનોનો ચમત્કારિક બચાવ
સદનસીબે, આ ગમખ્વાર અકસ્માતમાં ચારેય યુવાનોનો ચમત્કારિક બચાવ થયો છે. ચારેય યુવાનને સહી-સલામત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘાયલો પૈકી બે યુવાન આરિફ હુસૈન પરમલ, સબીર હબીબ સનાને વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે, ઘાયલ અકબર અબ્દુલ પરમલ અને સુલતાન ઈશાક જોડિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉંડ નદીનાં બ્રિજ નીચેથી કારને બહાર કાઢવામાં આવી છે. આ મામલે પોલીસે (Jodiya Police) વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surendranagar : પાટડીનાં ઝેઝરા ગામે ગોઝારો અકસ્માત, એક સાથે 4 મહિલાનાં મોત


