Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં સ્ટાફ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ

સેન્ચુરી વિસ્તારમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે આથી, અવરજવર અને પ્રવેશ પર પ્રતિબંધ છે.
jamnagar   ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં સ્ટાફ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ
Advertisement
  1. જામનગર નજીક ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં સ્ટાફ પર હુમલો (Jamnagar)
  2. સેન્ચુરી વિસ્તારમાં હાલ ચાલી રહ્યું છે વેકેશન, અવરજવર અને પ્રવેશ પર પ્રતિબંધ છે.
  3. સેન્ચુરીમાં પ્રવેશ કરનાર માલધારીઓ સાથે ફોરેસ્ટ સ્ટાફનું ઘર્ષણ થયું
  4. બોલાચાલી બાદ મામલો મારામારી પર ઉતરી આવ્યો
  5. 5 ફોરેસ્ટ કર્મચારીઓને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા

Jamnagar : જામનગર નજીક ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં (Khijadia Bird Sanctuary) સ્ટાફ પર સેન્ચુરીમાં પ્રવેશ કરનારા માલધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સેન્ચુરી વિસ્તારમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે આથી, અવરજવર અને પ્રવેશ પર પ્રતિબંધ છે. દરમિયાન, સેન્ચુરમાં પ્રવેશ કરનારા માલધારીઓ સાથે ફોરેસ્ટ સ્ટાફનું ઘર્ષણ થયું હતું. બોલાચાલી બાદ માલધારીઓએ ફોરેસ્ટ સ્ટાફ (Forest Employees) પર હુમલો કર્યોનો આરોપ છે. 5 ઇજાગ્રસ્ત ફોરેસ્ટ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Morbi : કાંતિ અમૃતિયા- 'એ જીતશે તો હું 2 કરોડ આપીશ...', પડકાર ઝીલી ગોપાલ ઇટાલિયાએ કહી આ વાત

Advertisement

સેન્ચુરીમાં પ્રવેશ કરનાર માલધારીઓ સાથે ફોરેસ્ટ સ્ટાફનું ઘર્ષણ, મારામારી કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર નજીક (Jamnagar) ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે સેન્ચુરીમાં અવરજવર અને પ્રવેશ પર પ્રતિબંધ છે. આરોપ મુજબ, સેન્ચુરીમાં (Khijadia Bird Sanctuary) માલધારીઓ દ્વારા પ્રવેશ કરવાનો પ્રયાસ કરાયો હતો. તે સમય ફોરેસ્ટ સ્ટાફ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આરોપ છે કે માલધારીઓ દ્વારા ફોરેસ્ટનાં કર્મચારીઓ પર લાકડી-ડંડા વડે હુમલો કરી ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Surat : મુંબઈ-અમદાવાદ NH-48 પર પરિવારને કાળ ભેટ્યો! બાઇકસવાર બેનાં મોત

ફોરેસ્ટનાં 5 કર્મચારીઓને ઇજાઓ પહોંચી, હોસ્પિટલમાં દાખલ

આ ઘટનામાં ફોરેસ્ટનાં 5 કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. આથી, તમામને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગનાં (Jamnagar Forest Department) ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ હોસ્પિટલ પહોંચી આવ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થઈ હોવાની હાલ કોઈ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો - Junagadh : ઘરે કોઈ નહોતું ત્યારે નરાધમ કૌટુંબિક બનેવીએ સગીરાને પીંખી નાખી

Tags :
Advertisement

.

×