Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : પાક નુકસાનનાં સરવે સામે કોંગ્રેસ અને AAP નો વિરોધ, કરી આ માગ!

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખરીફ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. માવઠાના માહોલ વચ્ચે જિલ્લામાં સરવે કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં સરવે માટે 47 ટીમ અને 300 સર્વેયરોને કામગીરી સોંપાઈ છે. જો કે, સરવેની કામગીરી વચ્ચે કોંગ્રેસ અને AAP પાર્ટી દ્વારા વિરોધ થઈ રહ્યો છે. સરવે નહીં સીધી સહાય ચૂકવવા માગ કરાઈ છે. જિલ્લામાં 3 લાખ 47 હજાર હેક્ટરમાં ખરીફ પાકનુ વાવેતર થયું છે.
jamnagar   પાક નુકસાનનાં સરવે સામે કોંગ્રેસ અને aap નો વિરોધ  કરી આ માગ
Advertisement
  1. Jamnagar જિલ્લામાં માવઠાના કારણે ખરીફ પાકમાં વ્યાપક નુકસાન
  2. માવઠાના માહોલ વચ્ચે જિલ્લામાં સરવે કામગીરી શરૂ કરવામાં આવી
  3. જિલ્લામાં સરવે માટે 47 ટીમ અને 300 સર્વેયરોને કામગીરી સોંપાઈ
  4. સરવેની કામગીરી વચ્ચે કોંગ્રેસ અને AAP દ્વારા વિરોધ
  5. સરવે નહીં સીધી સહાય ચૂકવવા ધારાસભ્ય હેમતભાઈ ખવાની મા

Jamnagar : જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના (Unseasonal Rains) કારણે ખરીફ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. માવઠાના માહોલ વચ્ચે જિલ્લામાં સરવે કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં સરવે (Survey) માટે 47 ટીમ અને 300 સર્વેયરોને કામગીરી સોંપાઈ છે. જો કે, સરવેની કામગીરી વચ્ચે કોંગ્રેસ (Congress) અને AAP પાર્ટીનાં સભ્યો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. સરવે નહીં સીધી સહાય ચૂકવવા માગ કરાઈ રહી છે. જિલ્લામાં 3 લાખ 47 હજાર હેક્ટરમાં ખરીફ પાકનુ વાવેતર થયું હોવાની માહિતી છે.

આ પણ વાંચો- Banaskantha : કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોનો અનોખો વિરોધ - ઢોલ વગાડી સર્વે અને સહાયની માગ

Advertisement

Advertisement

Jamnagar માં સરવે માટે 47 ટીમ અને 300 સર્વેયરોને કામગીરી સોંપાઈ

જામનગરમાં (Jamnagar) કમોસમી વરસાદે માઝા મૂકી છે. માઠવાનાં કારણે ખેડૂતોનાં પાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોની પડખે રાજ્ય સરકાર આવી છે. ખેડૂતના પાક નુકસાન સામે સહાય આપવા માટે સરકાર દ્વારા સરવેની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે જામનગર જિલ્લામાં માવઠાના માહોલ વચ્ચે સરવે કામગીરી શરૂ થઈ છે. જિલ્લામાં સરવે માટે 47 ટીમ અને 300 સર્વેયરોને કામગીરી સોંપાઈ છે. જો કે, આ સરવે કામગીરીનો કોંગ્રેસ અને આપનાં સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો- સુરતમાં Bihar elections નો માહોલ ; હર્ષભાઈ સંઘવીએ કહ્યું- સુરતની ભૂમિ બિહારવાસીઓ માટે આશીર્વાદરૂપ

સરવે નહીં સીધી સહાય ચૂકવવા ધારાસભ્ય હેમતભાઈ ખવાની માંગ

માહિતી અનુસાર, સરવે નહીં ખેડૂતોને સીધી સહાય ચૂકવવા ધારાસભ્ય હેમતભાઈ ખવાએ (MLA Hemant Khava) માગ ઉચ્ચારી છે. બે દિવસ પૂર્વે કોંગ્રેસ દ્વારા નિષ્ફળ પાક સાથે રેલી કાઢી સરવે વગર સહાયની માગ કરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર જિલ્લામાં 3 લાખ 47 હજાર હેક્ટરમાં ખરીફ પાકની વાવેતર થયું હતું. જે હેઠળ સવા બે લાખ હેક્ટરમાં મગફળી અને 78 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. પરંતુ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો- Bhavnagar : માવઠાથી પાક નુકસાન, ત્રાપજ ગામે ખેડૂતોનો વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું

Tags :
Advertisement

.

×