Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : સ્ટેન્ડિંગ કમિટી કેવી છે ? 40% વાળી છે ? ના સમજાયું? વાંચો અહેવાલ

ભ્રષ્ટાચાર સંદર્ભે ડીએમસીને આવેદન પત્ર પાઠવી તપાસની માગણી કરવામાં આવી હતી.
jamnagar   સ્ટેન્ડિંગ કમિટી કેવી છે   40  વાળી છે   ના સમજાયું  વાંચો અહેવાલ
Advertisement
  1. JMC ની સ્ટેન્ડિંગ કમિટી અને ચેરમેન સામે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ (Jamnagar)
  2. જામનગર શહેર કોંગ્રેસ સભ્યો દ્વારા આક્ષોપો સાથે દેખાવો કરાયા
  3. વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન, 'સ્ટેન્ડિંગ કમિટી' એ 'સેટિંગ કમિટી' હોવાનો આરોપ
  4. ભ્રષ્ટાચાર સંદર્ભે ડીએમસીને આવેદન પત્ર પાઠવી તપાસની માગણી

Jamnagar : મહાનગર પાલિકાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ વિપક્ષ દ્વારા સમયાંતરે વિરોધ પ્રદર્શનો શરુ કરવામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા હાલ સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) અને ચેરમેનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રંગમતી રીવર ફ્રન્ટ (Rangamati River Front Project) યોજના હેઠળ કરવામાં આવેલ ખોદકામ સંદર્ભમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવી વિપક્ષ દ્વારા ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી હોલ બહાર બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ ચેરમેનનું નામ લીધા વિના કામમાં 40 ટકા સુધી તોતિંગ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવી 'સ્ટેન્ડિંગ કમિટી' નહિં પણ 'સેટિંગ કમિટી' હોવાના નારા લગાવ્યા હતા. ભ્રષ્ટાચાર સંદર્ભે ડીએમસીને આવેદન પત્ર પાઠવી તપાસની માગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Gondal : પાલિકા પ્રમુખની ચેમ્બર સામે AAP પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ ઉપવાસ પર બેઠા

Advertisement

Advertisement

સ્ટેન્ડિંગ કમિટી નહીં સેટિંગ કમિટી છે એવા આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર

જામનગર મહાનગરપાલિકાનાં (JMC) વિપક્ષ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી હોલ સામે વધુ એક વખત વિરોધ કરવામાં આવ્યો. શહેરનાં વિકાસના તમામ કામ આ કમિટીની અન્ડરમાંથી પાસ થતા હોય છે. ત્યારે તમામ કામમાં આર્થિક વ્યવહારો કરતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષે હોલ બહાર જ ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી નહીં સેટિંગ કમિટી છે એવો આક્ષેપ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. રંગમતી નદીનાં કાયાકલ્પ પ્રોજેક્ટમાં (Rangamati River Front Project) નામ લીધા વગર સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પર આક્ષેપ લગાવી 40 ટકા કમિશન (Corruption) ક્યા પદાધિકારીએ લીધું ? એવા પ્રશ્નો પણ સૂત્રોચ્ચારમાં વણી લઇ દેખાવ કર્યા હતા. આ સંદર્ભે ડીએમસી ઝાલાને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Gujarat High Court : 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ 15000 ખેડૂતોને હાશકારો!

Jamnagar માં ભાજપ- કોંગ્રેસ વચ્ચે ઇલુ-ઇલુ ?

જામનગર (Jamnagar) મહાનગરપાલિકામાં માત્ર દેખાવ અને ચર્ચામાં રહેવા માટે વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનોનો સિલસિલો શરુ કરવામાં આવ્યો હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ચર્ચાઓ મુજબ, સમયાંતરે કરવામાં આવતો વિરોધ માત્ર પ્રદર્શન સુધી સીમિત રહી જાય છે. પરિણામ સુધી ક્યારેય પહોચ્યો નથી કે વિપક્ષ દ્વારા પ્રયત્ન પણ કરવામાં આવ્યો નથી. શહેરમાં સુજ્ઞ નાગરિકોમાં થતા ગણગણાટ મુજબ વિપક્ષ ખાલી નામ પુરતો છે હાલ સત્તાધારી જૂથ અને વિપક્ષ વચ્ચે ઇલુ-ઇલુ ચાલી રહ્યું છે. આ તો 'દેખાડવાનાં અલગ અને ચાવવાનાં અલગ' એવા ઘાટ વચ્ચે વિપક્ષ વિરોધ કરે પછી સાથે કુંડલીમાં ગોળ ભાંગી લેતો હોવાની ચર્ચાઓ પણ જાગી છે.

અહેવાલ : અહેવાલ : નાથુભાઈ આહિર, જામનગર

આ પણ વાંચો - યુવાનો માટે કારકિર્દીની નવી તકો પુરુ પાડતું, Sigma University નું નવું જૉબ પોર્ટલ લોન્ચ

Tags :
Advertisement

.

×