Jamnagar :મોરકંડા કન્યા શાળામાં દંત આરોગ્ય કેમ્પનું આયોજન, દંત રોગોથી બચવા માર્ગદર્શન અપાયું
- ડેન્ટલ કોલેજ દ્વારા ઓરલ હાઈજિન દિવસની ઉજવણી કરાઈ (Jamnagar)
- જામનગરમાં બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
- મોરકંડા કન્યા શાળામાં દંત આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું
- સ્વાસ્થ્યનું મહત્ત્વ, દંત રોગોથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન અપાયું
Jamnagar : ડેન્ટલ કોલેજ દ્વારા ઓરલ હાઈજિન દિવસની (Oral Hygiene Day) ઉજવણી કરવામાં આવી હતી. કોજેલ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાનાં મોરકંડા કન્યા શાળામાં દંત આરોગ્ય કેમ્પનું આયોજન કરી મૌખિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવવાની સાથે વિવિધ દંત રોગોથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન અપાયું હતું.
કેમ અને ક્યારે ઊજવાય છે 'ઓરલ હાઈજીન દિવસ'?
જામનગરની (Jamnagar) સુવિખ્યાત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ (Government Dental College and Hospital) દ્વારા ભારતીય દંત ચિકિત્સાના પિતામહ, ઇન્ડિયન સોસાયટી ઓફ પેરિયોડોન્ટોલોજીનાં સ્થાપક ડો. જી.બી. શંકવલકરની (Dr. G.B. Shankwalkar) જન્મજયંતીની યાદમાં ભારતમાં દર વર્ષે 1 ઓગસ્ટે ઊજવાતા ઓરલ હાઈજીન ડે નિમિત્તે દંત સ્વાસ્થ્ય જાગૃતિ માટે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકોને સ્વાસ્થ્યનું મૌખિક મહત્ત્વ સમજાવવાનો અને વિવિધ દંત રોગોથી બચવા માટેના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ બે દિવસીય આયોજનમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ, મફત દંત નિદાન કેમ્પ અને મૌખિક સ્વચ્છતા માટેના સાધનોનું વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા.
આ પણ વાંચો- Rajkot : લાખો રૂપિયાની મગફળીની ચોરી કેસમાં પોલીસને મોટી સફળતા, 4 ની ધરપકડ
સ્પેશિયલ દિવસને લઈ પ્રથમ દિવસે યોજાયા આવા કાર્યક્રમ
કાર્યક્રમનાં પ્રથમ દિવસે સંસ્થાનાં વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ માટે એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડો. જલ્પક શુક્લ દ્વારા દાંત અને મોઢાની સંભાળ તથા તેનાથી થતા રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, પર્યાવરણને અનુકૂળ એવા વાંસના ટૂથબ્રશ અને ટૂથપેસ્ટનું વિતરણ કરી પર્યાવરણ અને દંત સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સંસ્થાનાં ડીન ડો. નયના પટેલ દ્વારા મૌખિક સ્વાસ્થ્ય અને શરીરના અન્ય રોગો વચ્ચેના સંબંધ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- Rajkot : લાખો રૂપિયાની મગફળીની ચોરી કેસમાં પોલીસને મોટી સફળતા, 4 ની ધરપકડ
બીજા દિવસે ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિભર્યા કાર્યક્રમ થયા
કાર્યક્રમનો બીજો દિવસે સામાન્ય જનતા સુધી પહોંચવાનાં હેતુથી મોરકંડા ગામની કન્યા શાળામાં દંત આરોગ્ય કેમ્પનું (dental health camp) આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને દાંત અને મોઢાની સંભાળના મહત્ત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામના દાંતની તપાસ કરી, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને "દાંત સાફ રાખવાના સોનેરી નિયમો" શીખવવામાં આવ્યા. ઉપરાંત, બધાને ટૂથબ્રશ અને ટૂથપેસ્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 100 થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફે લાભ લીધો હતો. શાળાનાં આચાર્ય વિવેક મુરાસિયાએ આ જનજાગૃતિ કાર્યક્રમ બદલ ડેન્ટલ કોલેજનો આભાર માન્યો હતો. આ સમગ્ર બે દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ડીન ડો. નયના પટેલ, ડો. રોહિત અગ્રવાલ, ડો. નિશા વર્લિયાની, ડો. દેવાંશુ ચૌધરી અને ડો. અર્પિત પટેલ દ્વારા સઘન જહેમત ઉઠાવવામાં આવી હતી.
અહેવાલ : નાથુભાઈ આહિર, જામનગર
આ પણ વાંચો- Amit Khunt Case : રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો, ગોંડલ કૉર્ટથી મોટો ઝટકો!


