Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: SJ સિન્ડ્રોમથી દેખાતું બંધ થઈ ગયું!, જીજી હોસ્પિટલે યુવતીને આ રીતે બચાવી લીધી!

Jamnagar ની જીજી હોસ્પિટલના ચામડી વિભાગના તબીબોએ સઘન સારવાર આપી પોરબંદરની એક યુવતીને SJ સિન્ડ્રોમની જીવલેણ બીમારીમાંથી નવજીવન બક્ષ્યું છે. આ રોગમાં યુવતીની 80% ચામડી ઉતરી જવી, આંખોમાં અંધત્વ અને મોઢામાં ગંભીર ચાંદા પડવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા, જે જીવલેણ સ્થિતિમાં પરિવર્તિત થયા હતા. સરકારી સહાયથી મળેલી મોંઘી દવાઓ અને ડોક્ટરોની ટીમના અથાગ પ્રયાસોથી દર્દી યુવતીને પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું છે.
jamnagar  sj સિન્ડ્રોમથી દેખાતું બંધ થઈ ગયું   જીજી હોસ્પિટલે યુવતીને આ રીતે બચાવી લીધી
Advertisement
  • Jamnagar GG Hospital ની સરાહનીય કામગીરી સામે આવી
  • જીવલેણ બિમારીમાંથી પોરબંદરના દર્દીને ઉગારી નવજીવન આપ્યું
  • ચામડીના SJ સિન્ડ્રોમ બીમારીથી પીડિત યુવતીને અપાઈ સારવાર
  • ચામડીની બીમારી અન્ય જીવલેણ બીમારીમાં રૂપાંતર થઈ હતી
  • યુવતીના શરીર પર 80 ટકા ચામડી ઉતરી, દેખાતું બંધ થઈ ગયુ હતું
  • મોઢામાં ચાંદા પાડવા સહિતના રોગમાં સપડાઈ હતી યુવતી
  • ચામડી વિભાગના તબીબોની સઘન સારવારથી મળી સફળત
Jamnagar GG Hospital:જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ (GG Hospital) ફરી એકવાર સંકટમોચક સાબિત થઈ છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે પોરબંદરની એક યુવતીને જીવલેણ બની ચૂકેલા SJ સિન્ડ્રોમ નામના દુર્લભ ચામડીના રોગમાંથી સફળતાપૂર્વક ઉગારી લીધી છે, જેને પગલે યુવતીને નવજીવન મળ્યું થયું છે. આ રોખી સારવાર સરકારી હોસ્પિટલની તબીબી ક્ષમતાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે.

80 ટકા ચામડી ઉતરી જતાં ગંભીર સ્થિતિ થઈ

પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરની રહેવાસી એક યુવતી શરૂઆતમાં ચામડીના SJ સિન્ડ્રોમ નામની બીમારીમાં સપડાઈ હતી. આ રોગની ગંભીરતા એટલી વધી ગઈ હતી કે, સારવાર દરમિયાન યુવતીની બીમારી અન્ય જીવલેણ બીમારીના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગઈ. તેના શરીરમાં લગભગ 80 ટકા જેટલી ચામડી ઉતરી ગઈ હતી. ચામડી ઉતરવા ઉપરાંત, યુવતીને દેખાતું બંધ થઈ જવું, આંખમાં ગંભીર ઇન્ફેક્શન અને મોઢામાં અત્યંત પીડાદાયક ચાંદા પડવા જેવા ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. આ સ્થિતિમાં દર્દીનું જીવન જોખમમાં મૂકાયું હતું.

Jamnagar GG Hospital ની સારવાર કારગર નીવડી

યુવતીને તાત્કાલિક જામનગર(Jamnagar)ની જીજી હોસ્પિટલના ચામડી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. ચામડી વિભાગના ડોક્ટરો અને તેમની ટીમે સમય ગુમાવ્યા વિના યુવતીને સઘન સારવાર પૂરી પાડવાનું શરૂ કર્યું. સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ મોંઘી અને અદ્યતન દવાઓ, જે સરકારે પૂરી પાડી હતી, તે આ સારવારમાં ચાવીરૂપ સાબિત થઈ. ડોક્ટરોની સતત દેખરેખ અને ચોવીસ કલાકની મહેનતને કારણે યુવતીના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો.

Advertisement

આંચકીની દવાથી ફેલાતો ખતરનાક રોગ

GG Hospital ના ચામડી વિભાગના નિષ્ણાત ડૉક્ટર દેવલ વોરા(Doctor Deval Vora)એ આ ગંભીર કિસ્સા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "આ રોગ મોટે ભાગે આંચકીના દર્દીને અપાતી કાર્બાજેપીન (Carbamazepine) નામની દવાથી ફેલાય છે. SJS સિન્ડ્રોમ એક ગંભીર અને જીવલેણ પ્રતિક્રિયા છે, જેમાં શરીરની ચામડી મોટાપાયે ક્ષતિગ્રસ્ત થાય છે. આ દવા લેતા દર્દીઓએ અને ડોક્ટરોએ આ દવાની આડઅસર અંગે અત્યંત સાવધાની દાખવવી જરૂરી છે." ડૉક્ટરે ઉમેર્યું કે યુવતીની સારવાર એક પડકારજનક કાર્ય હતું, પરંતુ સરકારી હોસ્પિટલના સંસાધનો અને ટીમવર્કને કારણે અમે દર્દીને બચાવવામાં સફળ રહ્યા છીએ.

Advertisement

પરિવારજનોએ વ્યક્ત કર્યો આભાર

જીવલેણ બીમારીના મુખમાંથી યુવતીને પાછી લાવવા બદલ તેના પરિવારજનોએ તબીબોનો આભાર માન્યો હતો. દર્દી યુવતીના પિતાએ લાગણીસભર સ્વરે જણાવ્યું હતું કે, "અમે અમારી દીકરીની આશા છોડી દીધી હતી. પરંતુ જીજી હોસ્પિટલના ડૉક્ટર દેવલ વોરા અને તેમની સમગ્ર ટીમે અમારી દીકરીને નવજીવન બક્ષ્યું છે. સરકારી હોસ્પિટલના ડોક્ટરોની મહેનત ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ બીમારી દરમિયાન તેમને જે સંઘર્ષ કર્યો તે વર્ણવી શકાય તેમ નથી."

આ પણ વાંચોઃ Jamnagar: જામ સાહેબ દિગ્વિજયસિંહજીને ‘ભારત રત્ન’ આપવાની માંગે જોર પકડ્યું, સાંસદના સૂરને જામનગરનો ટેકો

આ પણ વાંચોઃ શું ઠંડીમાં ફ્રિજ બંધ કરી દેવું જોઈએ? એક્સપર્ટનો જવાબ જાણશો તો આશ્ચર્ય થશે!

Tags :
Advertisement

.

×