Jamnagar : GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ની ચૂંટણી, આ બે પેનલ વચ્ચે ખરાખરીનો જંગ!
- Jamnagar GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ની ચૂંટણી
- 1843 મતદારો ચૂંટણીમાં લઈ રહ્યા છે ભાગ
- પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલ વચ્ચે સીધો મુકાબલો
- છેલ્લી 2 ટર્મથી કાર્યરત પ્રગતિશીલ પેનલના 21 સભ્યો મેદાને
- ચૂંટણીમાં ઉદ્યોગ હિતકારી પેનલના 21 સભ્યો મેદાને
Jamnagar : જામનગર GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણી (GIDC Plot and Shed Holders Association Elections) થવાની છે. ત્યારે આ ચૂંટણીમાં 1843 જેટલા મતદારો ભાગ લઈ રહ્યા છે. આ ચૂંટણીમાં પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી શકે છે. જો કે, છેલ્લી 2 ટર્મથી કાર્યરત પ્રગતિશીલ પેનલનાં 21 સભ્યો મેદાનમાં છે. સવારથી મતદારોએ મતદાન માટે કતારો લગાવી છે.
આ પણ વાંચો - Jamnagar: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પૂરતો ભાવ ન મળતાં ખેડૂતોનો વિરોધ
Jamnagar GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ની ચૂંટણી
જામનગર (Jamnagar) જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં મતદાન કરવા મતદારોની સવારથી લાંબી લાઇન જોવા મળી છે. માહિતી અનુસાર, આ ચૂંટણીમાં 1843 જેટલા મતદારો ભાગ લઈ રહ્યા છે. જ્યારે પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલ વચ્ચે ખરાખરીનો મુકાબલો જોવા મળશે એવી ચર્ચાઓ છે. જણાવી દઈએ કે, છેલ્લી 2 ટર્મથી કાર્યરત પ્રગતિશીલ પેનલના 21 સભ્યો ચૂંટણી મેદાને ઉતર્યા છે. બીજી બાજું ઉદ્યોગ હિતકારી પેનલનાં પણ 21 સભ્ય ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો - Vadodara : જાહેરમાં તલવાર અને ખંજરથી ખૌફ સર્જનારને કાન પકડાવતી પોલીસ
પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલ વચ્ચે સીધો મુકાબલો
માહિતી અનુસાર, બપોરે 12 વાગ્યા સુધીમાં 50 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. સવારનાં 09 વાગ્યાથી મતદારોએ મતદાન માટે કતારો લગાવી હતી. જ્યારે, આજે સાંજે મતગણતરી કરવામાં આવશે અને વિજેતાના નામની જાહેરાત થશે. જો કે, આ વખતે જામનગર GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણીમાં કોણ બાજી મારશે તેને લઈને ચર્ચાનો માહોલ ગરમાયો છે.
આ પણ વાંચો - Surat BJP નેતાનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાયફો થયો