Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલ જીજી હોસ્પિટલની મુલાકાતે, સમીક્ષા બેઠક કરી

આ વિઝિટ દરમિયાન, જામનગરનાં મેયર, ધારાસભ્યો સહિતનાં જનપ્રતિનિધીઓ પણ હાજર રહ્યા હતા.
jamnagar   આરોગ્ય કમિશનર ડો  હર્ષદ પટેલ જીજી હોસ્પિટલની મુલાકાતે  સમીક્ષા બેઠક કરી
Advertisement
  1. આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલ Jamnagar ની મુલાકાતે
  2. જામનગરની સરકારી જીજી હોસ્પિટલની લીધી મુલાકાત
  3. ઉચ્ચ અધિકારીઓ અને તબીબો સાથે કરી સમીક્ષા બેઠક
  4. મેયર, ધારાસભ્યો સહિતના જનપ્રતિનિધિઓ રહ્યા હાજર

Jamnagar : રાજ્યનાં આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલ (Dr. Harshad Patel) આજે જામનગરની મુલાકાતે હતા. દરમિયાન તેમણે સરકારી જીજી હોસ્પિટલની (GG Hospital) વિઝિટ કરી હતી. ડો. હર્ષદ પટેલે જીજી હોસ્પિટલનાં ઉચ્ચ અધિકારીઓ અને તબીબો સાથે સમીક્ષા બેઠક કરી હતી અને હોસ્પિટલની તમામ કામગીરી બાબતે ચર્ચા કરી હતી. હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી ન પડે તે માટે કેટલાક મહત્ત્વનાં સૂચનો પણ કર્યા હતા. આ વિઝિટ દરમિયાન, જામનગરનાં મેયર, ધારાસભ્યો સહિતનાં જનપ્રતિનિધીઓ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Junagadh : સો. મીડિયા થકી પરિણીત યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું

Advertisement

Advertisement

આરોગ્ય કમિ. ડો. હર્ષદ પટેલે Jamnagar જીજી હોસ્પિટલની મુલાકાત લીધી

આજે રાજ્યનાં આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલે જામનગરની જીજી હોસ્પિટલની (GG Hospital) મુલાકાત લીધી હતી. દરમિયાન, તેમણે ઉચ્ચ અધિકારીઓ અને તબીબો સાથે સમીક્ષા બેઠક કરી હતી, જેમાં હોસ્પિટલની તમામ કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી. હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી ન પડે તે માટે ડો. હર્ષદ પટેલે કેટલાક મહત્ત્વનાં સૂચનો પણ આપ્યા હતા. આ સાથે હોસ્પિટલમાં જરૂરી મશીનરીની ફાળવણીની ખાતરી પણ આપી હતી.

આ પણ વાંચો - Bharuch : ગણેશોત્સવમાં મીરાનગરના પંડાલમાં ભોજપુરી ગીતો પર ગંદો ડાન્સ, વાયરલ વીડિયો ચર્ચામાં!

સમીક્ષા બેઠકમાં OPD, IPD સહિતની સેવાઓ માટે ખાસ ચર્ચા કરી, સૂચનો આપ્યા

માહિતી મુજબ, સમીક્ષા બેઠકમાં OPD, IPD સહિતની સેવાઓ માટે ખાસ ચર્ચા કરાઈ હતી. જીજી હોસ્પિટલની નવી બિલ્ડિંગની કામગીરી માટે પણ સૂચનો કર્યા હતા. હોસ્પિટલમાં ન્યુરોસર્જન તબીબ સતત ખડેપગે રહે તેની સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન જામનગરનાં મેયર, ધારાસભ્યો સહિતનાં જનપ્રતિનિધીઓ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જીજી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી (Saurashtra) દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. દર્દીઓને હાલાકી ન પડે તે માટેનું આયોજન કરવા તાકીદ કરી હતી.

આ પણ વાંચો - Gondal નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિનું અકસ્માતમાં મોત, શહેરમાં શોકનો માહોલ

Tags :
Advertisement

.

×