Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : AAP નેતા ઈશુદાન ગઢવી મોરારસાહેબ ખંભાલીડા ગામ પહોંચ્યા, ગ્રામજનોની ફરિયાદ સાંભળી

મોરાર સાહેબ ખંભાલીડા ગામ પાસે ઊંડ નંદી ઉપર છેલ્લા છેલ્લા દોઢ વર્ષથી આશરે રૂપિયા 7 કરોડના ખર્ચે બ્રિજ નિર્માણ પામી રહ્યો છે...
jamnagar   aap નેતા ઈશુદાન ગઢવી મોરારસાહેબ ખંભાલીડા ગામ પહોંચ્યા  ગ્રામજનોની ફરિયાદ સાંભળી
Advertisement
  1. AAP નાં પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી જામનગરની મુલાકાતે (Jamnagar)
  2. તાલુકાનાં મોરારસાહેબ ખંભાલીડા ગામની મુલાકાત કરી
  3. છેલ્લા ચાર માસથી બ્રિજનું કામ બંધ હોવાની ગ્રામજનોની ફરિયાદ
  4. ઇસુદાન ગઢવીએ બ્રિજની સ્થળ મુલાકાત લઈ રજૂઆતો સાંભળી

Jamnagar : આમ આદમી પાર્ટી (AAP) નાં પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી (Isudan Gadhvi) આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન, તેમણે મોરારસાહેબ ખંભાલીડા ગામની મુલાકાત લીધી અને મોરારસાહેબના (MorarSaheb) ઇતિહાસ વિશે ગહન ચર્ચા કરી. સાથે જ છેલ્લા ચાર માસથી બ્રિજનું કામ બંધ હોવાની ગ્રામજનોની ફરિયાદો પણ સાંભળી હતી અને વહેલી તકે બ્રિજનું કામ શરૂ થાય તેવી માંગ સાથે ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો - Rajkot : ફોઈ-ભત્રીજીનાં ગુમ થવાના કેસમાં મોટો ખુલાસો, ભેજાબાજ ફોઈએ રચ્યું હતું આખું તરકટ

Advertisement

Advertisement

મોરારસાહેબના ઇતિહાસ વિશે ગહન ચર્ચા કરી, બ્રિજ અંગે લોકોની ફરિયાદ સાંભળી

આમ આદમી પાર્ટી (AAP) નાં પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી આજે જામનગર જિલ્લામાં (Isudan Gadhvi in Jamnagar) મોરારસાહેબ ખંભાલીડા ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દરમિયાન, તેમણે મોરારસાહેબના (MorarSaheb Khambhalida Village) જીવન ચરિત્ર તેમ જ પૌરાણિક ઇતિહાસ વિશે ગહન ચર્ચા કરી અને ગ્રામજનો પાસેથી તમામ માહિતી મેળવી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે, મોરારસાહેબ ખંભાલીડા ગામ પાસે ઊંડ નંદી ઉપર છેલ્લા છેલ્લા દોઢ વર્ષથી આશરે રૂપિયા 7 કરોડના ખર્ચે બ્રિજ નિર્માણ પામી રહ્યો છે. પરંતુ, હજું સુધી તેનું માત્ર 20 ટકા જેટલું જ કામ થયું છે. છેલ્લા 4 માસથી તો બ્રિજનું કામ બંધ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. બ્રિજ નિર્માણમાં વિલંબ થતાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ પણ વાંચો - Ahmedabad : શ્વાસનળીમાંથી મગફળીનાં દાણા કાઢી 2 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો

છેલ્લા દોઢ વર્ષમાં માત્ર 20 ટકા જેટલું જ બ્રિજનું થયું કામ!

ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે, ચોમાસામાં નદીમાં પાણી હોવાથી ખેડૂતો પોતાનાં ખેતરે પહોંચવા 20 કિમી દૂર ફરીને જવા મજબુર થયા છે. વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવતો નથી. ઇસુદાન ગઢવીએ (Isudan Gadhvi) નિર્માણ પામી રહેલ બ્રિજની સ્થળ મુલાકાત પણ લીધી હતી. દરમિયાન, તેમણે વહેલી તકે બ્રિજનું કામ શરૂ થાય તેવી માંગ સાથે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ માર્ગ ખંભાલીડાથી ખીજડીયા, રોજીયા, જામવંથલી, કાલાવડ, ધ્રાંગ્રડા, ફલ્લા, રણજીતપર, ખીલોસ, લાખાણી જેવા 12 જેટલા ગામને જોડે છે. જણાવી દઈએ કે, વર્તમાન કૃષિમંત્રી રાઘવજી પટેલનો (Raghavji Patel) 77 જામનગર ગ્રામ્ય મત વિસ્તાર છે. આશરે દોઢેક વર્ષ પહેલા બ્રિજનું ખાતમુહૂર્ત વિસ્તારના ધારાસભ્ય અને હાલના કૃષિમંત્રી રાઘવજી પટેલે કર્યું હતું.

આ પણ વાંચો - Par-Tapi River Link Project : અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે : નરેશ પટેલ

Tags :
Advertisement

.

×