Jamnagar : ખરાબ રોડ રસ્તાઓના વિરોધમાં જામજોધપુરના MLA, ગ્રામજનો, ખેડૂતોની પદયાત્રા
- ખરાબ રોડ રસ્તાના વિરોધમાં Jamnagar નાં જામજોધપુરમાં પદયાત્રા
- MLA હેમંત ખવાની આગેવાનીમાં ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓની પદયાત્રા
- જામજોધપુર મામલતદાર કચેરી સુધી યાત્રા યોજી તંત્રને રજૂઆત
- પદયાત્રામાં વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને રસ્તા બાબતે લખ્યા પત્રો
- અનેક રજૂઆત છતાં કોઈ જવાબ નહીં મળતાં પદયાત્રા યોજી: MLA
Jamnagar : જામનગર જિલ્લાનાં જામજોધપુરમાં (Jamjodhpur) ખરાબ રોડ-રસ્તાઓથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે. અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા હવે જનતાએ પદયાત્રા યોજી પોતાનો રોષ ઠાલવ્યો છે. ધારાસભ્ય હેમંત ખવાની (Hemant Khava) આગેવાનીમાં ગ્રામજનો, ખેડૂતોની પદયાત્રા યોજાઈ હતી. ઈશ્વરીયા ગામથી પદયાત્રાનો પ્રારંભ થયો હતો અને જામજોધપુર મામલતદાર કચેરી સુધી આમ 20 કિમીની આ યાત્રા યોજાઈ હતી. ધારાસભ્ય હેમંત ખવા અને તેમના સમર્થકોને પોલીસે આંતરી લીધા હતા. મામલતદાર કચેરી બહાર ધારાસભ્ય અને પીઆઇ વચ્ચે ઉગ્ર ચર્ચા પણ જોવા મળી હતી.
આ પણ વાંચો - Junagadh : શાળા તેમજ હોસ્ટેલ સંચાલકની પૂછપરછ, કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે આપી પ્રતિક્રિયા
Jamnagar નાં જામજોધપુરમાં MLA હેમંત ખવાની આગેવાનીમાં પદયાત્રા
જામનગરનાં (Jamnagar) જામજોધપુરમાં રોડ-રસ્તાઓની ખસતા હાલતને લઈ આજે જનતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં ગ્રામજનો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા યોજાઈ હતી. ઈશ્વરીયા ગામથી પદયાત્રાનો પ્રારંભ થયો હતો અને જામજોધપુર મામલતદાર કચેરી (Jamjodhpur Mamlatdar Office) સુધી આમ 20 કિમીની આ યાત્રા યોજાઈ હતી. પદયાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને રસ્તા બાબતે પત્રો પણ લખ્યા હતા. ધારાસભ્ય હેમત ખવાએ જણાવ્યું કે, રાજ્ય સરકારને અનેક રજૂઆત છતાં કોઈ જવાબ નહિ મળતાં પદયાત્રા યોજી છે. મારા વિસ્તાર જ નહિ આખા જિલ્લામાં છે રસ્તાઓની ખરાબ હાલત છે.
આ પણ વાંચો - Gondal માં અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ગણપિતનું કરાયું વિસર્જન
મામલતદાર કચેરી બહાર ધારાસભ્ય અને પીઆઇ વચ્ચે ઊગ્ર ચર્ચા!
માહિતી અનુસાર, પદયાત્રા (Padyatra) કરી મામલતદાર કચેરીને તાળા બંધી કરવા માટે ધારાસભ્ય આવ્યા હોવાની ચર્ચા છે. જો કે, તાળાબંધ કરી તે પૂર્વે જ પોલીસે (Jamjodhpur Police) ધારાસભ્ય હેમત ખવા સહિત 20 થી વધુ કાર્યકરની અટકાયત કરવામાં આવી હતી. આ પહેલા ધારાસભ્ય હેમંત ખવા અને તેમના સમર્થકોને પોલીસે આંતરી લીધા હતા. મામલતદાર કચેરી બહાર ધારાસભ્ય અને પીઆઇ વચ્ચે ઊગ્ર ચર્ચા પણ જોવા મળી હતી.
આ પણ વાંચો - 2323 કરોડના સટ્ટાકાંડનો કેસ થતાં સૂત્રધાર Harshit Jain ગોવાથી વાયા નેપાળ થઈને દુબઈ પહોંચ્યો હતો


