ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : MLA રિવાબા જાડેજાએ 'સેવા રથ' શરૂ કર્યો, અરજદારોને મળશે નિઃશુલ્ક લાભ!

'સરકારી યોજનાઓ આપના દ્વારે' થીમ પર એક વાન શરૂ કરવામાં આવી. આ સેવા રથ શહેરનાં તમામ વોર્ડમાં ફરશે.
05:11 PM Feb 17, 2025 IST | Vipul Sen
'સરકારી યોજનાઓ આપના દ્વારે' થીમ પર એક વાન શરૂ કરવામાં આવી. આ સેવા રથ શહેરનાં તમામ વોર્ડમાં ફરશે.
Jamnagar_Gujarat_first
  1. Jamnagar નાં MLA રિવાબા જાડેજાએ સેવા રથ શરૂ કર્યો
  2. સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે તે માટે સેવા રથ શરૂ કર્યો
  3. 'સરકારી યોજનાઓ આપના દ્વારે' થીમ સાથે વાન શરૂ કરવામાં આવી
  4. સેવા રથથી અરજદારોને નિઃશુલ્ક લાભ આપવામાં આવશે

જામનગરનાં (Jamnagar) ધારાસભ્ય રિવાબા જાડેજાએ (MLA Rivaba Jadeja) સેવા રથની શરૂઆત કરી છે. સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી શકે અને લોકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે વધું માહિતી મળી શકે તે હેતુ સાથે આ સેવા રથની શરૂઆત કરવામાં આવી છે. 'સરકારી યોજનાઓ આપના દ્વારે' થીમ પર એક વાન શરૂ કરવામાં આવી. આ સેવા રથ શહેરનાં તમામ વોર્ડમાં ફરશે. આધાર અપડેટ, કેવાયસી, રેશનકાર્ડ સુધારા સહિતની વિવિધ કામગીરી આ સેવા રથ થકી હાથ ધરાશે.

આ પણ વાંચો - બિલ્ડર અને ટ્રસ્ટીઓના લાભાર્થે દેરાસરમાંથી ભગવાનની મૂર્તિઓની ઉઠાંતરીનો આરોપ, Jain Community માં ભારે આક્રોશ

'સરકારી યોજનાઓ આપના દ્વારે' થીમ સાથે વાન શરૂ કરાઈ

જામનગરનાં (Jamnagar) ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા વધુ એક સેવાકીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. લોકોને તેમનાં ઘરે પાસે જ વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને લાભ મળી શકે તે હેતુંથી ધારાસભ્ય દ્વારા સેવા રથની શરૂઆત કરવામાં આવી છે. 'સરકારી યોજનાઓ આપના દ્વારે' થીમ પર એક વાન શરૂ કરવામાં આવી. આ વાન શહેરનાં તમામ વોર્ડમાં ફરશે અને નાગરિકોને તેમના ઘર પાસે જ તમામ સરકારી યોજનાઓ અંગે અવગત કરવાશે.

આ પણ વાંચો - Gujarat Hospital Scam : દર્દીઓની ગોપનિયતાનું હનન, રાક્ષસી કૃત્ય અંગે જાણીને ચોંકી જશો!

આધાર અપડેટ, કેવાયસી, રેશનકાર્ડ સુધારા જેવી કામગીરી હાથ ધરાશે

આ સાથે આ સેવા રથ (Seva Rath) થકી આધાર અપડેટ, કેવાયસી, રેશનકાર્ડ સુધારા સહિતની વિવિધ કામગીરી લોકોને ઘર નજીક જ મળી રહેશે. આથી, નાગરિકોને સરકારી કચેરી કે ઓફિસનાં ધક્કા નહીં ખાવા પડે. આ સેવા રથ થકી અરજદારોને નિઃશુલ્ક લાભ આપવામાં આવશે. સેવા રથ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા (MLA Rivaba Jadeja) સહિત વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં આરોપી મુન્ના પાસવાન અને રાજુને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Tags :
Aadhaar UpdateBJPGUJARAT FIRST NEWSJamnagar MLA Rivaba JadejaKYCModi Government SchemesSeva RathTop Gujarati News
Next Article