Jamnagar : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સાંસદ પૂનમબેન માડમે કર્યું ભારતનું પ્રતિનિધિત્વ
- Jamnagar નાં સાંસદ પૂનમબેન માડમ હાલ UN નાં પ્રવાસે
- સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
- સંયુક્ત રાષ્ટ્રની ત્રીજી સમિતિની બેઠકમાં આપ્યું પ્રવચન
- 'મહિલા સશક્તિકરણ' વિષય પર ઇન્ટરેક્ટિવ ડાયલોગ બેઠક
- "PM મોદીના નેતૃત્વમાં સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ"
Jamnagar : જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ (Poonamben Maadam) હાલ યુએનનાં પ્રવાસે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સાંસદ પૂનમબેન માડમ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની (United Nations) ત્રીજી સમિતિની બેઠકમાં તેમણે પ્રવચન પણ આપ્યું છે. 'મહિલા સશક્તિકરણ' (Women's Empowerment) વિષય પર ઇન્ટરેક્ટિવ ડાયલોગ બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે કહ્યું કે, "PM મોદીના નેતૃત્વમાં સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે."
આ પણ વાંચો - Supreme Court બાદ અમદાવાદ સેશન્સ કોર્ટમાં તણાવ : જજ પર જૂતું ફેંકવાની ઘટના, ફરિયાદીની અટકાયત
Delivered my remarks at the UN Third Committee’s Interactive Dialogue on the Advancement of Women.
Under the leadership of PM Shri @narendramodi Ji, the Government remains committed to empowering women.#IndiaAtUNGA #UNGA80 #WomenEmpowerment #UnitedNations #ModiGovt… pic.twitter.com/zfMs608Xsu
— Poonamben Maadam (@PoonambenMaadam) October 13, 2025
Jamnagar નાં સાંસદ પૂનમબેન માડમે UN માં કર્યું ભારતનું પ્રતિનિધિત્વ
જામનગરનાં (Jamnagar) સાસંદ અને ભાજપનાં જાણીતા મહિલા નેતા પૂનમબેન માડમ હાલ સંયુક્ત રાષ્ટ્રનાં પ્રવાસે (Poonamben Maadam in UN) છે. અહીં, તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. યુએન થર્ડ કમિટીનાં 'ઇન્ટરેક્ટિવ ડાયલોગ ઓન ધ એડવાન્સમેન્ટ ઓફ વુમન'માં તેમણે પ્રવચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને સતત કાર્યશીલ છે. આ સાથે તેમણે ભારતમાં મહિલાઓનાં ઉત્કર્ષ માટેની ત્રિવિધ અમલી યોજનાઓની માહિતી પણ આપી હતી.
આ પણ વાંચો - સેન્ટ્રલ જીએસટીના કલાસ-1 અને કલાસ-2 અધિકારીને ACB Gujarat ની ટીમે 2 હજાર લેતા પકડ્યા
Met with Ms. Kanni Wignaraja, Assistant Secretary-General of the United Nations and Regional Director for Asia and the Pacific, along with the Indian delegation.
She highly appreciated the visionary leadership of Hon’ble PM Shri @narendramodi Ji and the transformative… pic.twitter.com/zj19VSmMSM
— Poonamben Maadam (@PoonambenMaadam) October 14, 2025
'મહિલા સશક્તિકરણ' વિષય પર ઇન્ટરેક્ટિવ ડાયલોગ બેઠકમાં લીધો ભાગ
સંયુક્ત રાષ્ટ્રની (United Nations) ત્રીજી સમિતિની બેઠકમાં સાંસદ પૂનમ માડમે 'આશા' બહેનો માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી વિવિધ યોજનાઓ અંગે વાત કરી હતી. તેમણે વડાપ્રધાન વીમા યોજના (PM Insurance Scheme), પીએમ પેન્શન યોજના, હેલ્થકેર એનુઅલ કવરેજ સહિતની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. સાથે જ ભારતમાં મહિલા સશક્તિકરણ માટે થઈ રહેલા પ્રયાસો અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી.
આ પણ વાંચો - Amit Khunt Suicide Case : સુપ્રીમ કોર્ટનો રાજદીપસિંહ જાડેજાને મોટો ઝટકો, આગોતરા જામીન અરજી નામંજૂર


