Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : નેપાળને સળગતું જોઈ જામનગરમાં રહેતા નેપાળીઓ ચિંતામાં મૂકાયા!

પોતાનાં પરિવારજનો, સગા-સંબંધીઓની ખરાબ પરિસ્થિતિને લઈ પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.
jamnagar   નેપાળને સળગતું જોઈ જામનગરમાં રહેતા નેપાળીઓ ચિંતામાં મૂકાયા
Advertisement
  1. નેપાળની પરિસ્થિતિને લઈને Jamnagar માં રહેતા નેપાળીઓ ચિંતિત
  2. નેપાળમાં જાહેર સ્થળો પર હિંસામાં જાહેર મિલકતોને નુકસાન
  3. જામનગરમાં વસતા નેપાળીઓ નેપાળ જવા માટે રવાના થયા
  4. પોતાના પરિવારોની ખરાબ પરિસ્થિતિને લઈ ચિંતિત થયા

Jamnagar : ભારતના પાડોશી દેશ નેપાળમાં રાજકીય કટોકટી (Nepal Crisis) અને હિંસક પ્રદર્શન જોઈને જામનગરમાં રહેતા નેપાળીઓ ચિંતામાં મૂકાયા છે. નેપાળમાં જાહેર સ્થળો પર હિંસામાં મિલકતોને નુકસાન થતાં જામનગરમાં વસતા નેપાળીઓમાં તેમની મિલકતોને લઈ ચિંતા વધી છે અને તેઓ નેપાળ જવા માટે રવાના થયા છે. સાથે પોતાનાં પરિવારજનો, સગા-સંબંધીઓની ખરાબ પરિસ્થિતિને લઈ પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો- Navratri 2025 : સુરતમાં ફાયર NOC ની માર્ગદર્શિકા જાહેર, આ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન! 

Advertisement

નેપાળની પરિસ્થિતિને લઈને Jamnagar માં રહેતા નેપાળીઓ ચિંતિત

પાડોશી દેશ નેપાળમાં સરકારમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે ઝેન-ઝીમાં (GEN-Z) વિદ્રોહની આગ ફાટી નીકળી હતી અને નેપાળમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન (Nepal GEN-Z Protest) થયા હતા, જે હિંસામાં ફેરવાયા હતા. પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ ભવન, સિંઘા દરબાર અને પીએમ ઓલી સહિત નેતાઓના નિવાસસ્થાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ પ્રદર્શનો હિંસક બનતા 21 લોકોનાં મોત અને 400 થી વધુ ઘાયલ થયા હતા. આ હિંસક પ્રદર્શનોનાં કારણે નેપાળને અબજો રૂપિયાનું નુકસાન પણ થયું છે. ત્યારે નેપાળની આ હાલત જોઈને ભારતમાં રહેતા નેપાળીઓ પણ ચિંતામાં મૂકાયા છે.

Advertisement

આ પણ વાંચો- Ahmedabad : દુબઈનાં સસ્તા ટૂર પેકેજની લાલચ આપી, રૂપિયા લઈ ઓફિસે તાળું મારી સંચાલક ફરાર!

61 જેટલા લોકો જામનગરથી નેપાળ જેવા રવાના થયા

માહિતી અનુસાર, જામનગરમાં રહેતા નેપાળીઓને (Nepalis in Jamnagar) નેપાળમાં રહેતા તેમનાં પરિવારજનો, સગા-સંબંધીઓની ચિંતા સતાવી રહી છે. સાથે પોતાનાં મિલકતને લઈ પણ તેઓ ફિકરમાં છે. આથી, હવે જામનગરમાં રહેતા કેટલાક નેપાળીઓ નેપાળ જવા માટે રવાના થયા છે. પોતાના પરિવારની ખરાબ પરિસ્થિતિને લઈને જામનગરમાં રહેતા નેપાળીઓએ વતન જવા નિર્ણય કર્યો છે. 61 જેટલા લોકો નેપાળ જવા રવાના થયા છે. જણાવી દઈએ કે, જામનગરમાં 20,000 થી પણ વધુ નેપાળીઓ હાલ રહે છે અને ફાસ્ટ ફૂડ, નોકરી સહિત વિવિધ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચો- Vadodara : ઘરમાં દારૂનો જથ્થો ઉતારતા સમયે પોલીસની એન્ટ્રી, એક ઝબ્બે, અન્ય વોન્ટેડ

Tags :
Advertisement

.

×