Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: કુખ્યાત વિશાલ માડમ સહિતનાઓએ વેપારીનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી

Jamnagar: જામનગરના વિશાલ માડમ અને તેના સાગરીતો દ્વારા એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે
jamnagar  કુખ્યાત વિશાલ માડમ સહિતનાઓએ વેપારીનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી
Advertisement
  1. વેપારીને જામનગરની હોટેલમાંથી ઉઠાવી મુંબઈ લઇ જવાયો
  2. 10 લાખની ખંડણી વસુલવામાં આવી હોવાનો વેપારીનો આક્ષેપ
  3. ભોગગ્રસ્ત વેપારીએ વીડિઓ બનાવી સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો

Jamnagar: જામનગરના વિશાલ માડમ અને તેના સાગરીતો દ્વારા એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં અત્યાર સુધીમાં 10 લાખની ખંડણી વસુલાઈ હોવાનો આક્ષેપ વેપારી દ્વારા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વેપારીને જામનગરની એક હોટેલમાંથી ઉઠાવીને તેને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને થ્રેટ કરીને ખંડણીની માંગણી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Rajkot: વિધર્મી 15 વર્ષની છોકરીને લઈ ફરાર, સગીરાએ મેસેજ કર્યો ‘હું મરજીથી ભાગી’

Advertisement

કુખ્યાત વિશાલ માડમ છે હાલના સાંસદ પૂનમ માડમનો પિતરાઈ ભાઈ

મહત્વની વાત એ છે કે, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરતા વેપારી મુંબઈથી ગુંડાઓની ચુંગાલમાંથી છટકી ગયા હતાં. મુંબઈથી છટકીને જામનગર પરત આવ્યો અને પોલીસમાં ફરિયાદ દાખલ કરી. આ આરોપમાં કૂખ્યાત વિશાલ માડમનું નામ સામે આવ્યું છે, અને ચોંકાવનારી વાત એ છે કે, તેની ઓળખ હાલના સાંસદ પૂનમ માડમના પિતરાઈ ભાઈ તરીકે થાય છે. આ ઘટના અત્યારે ખુબ ચર્ચાનું કેન્દ્ર બની છે. જો કે, પોલીસે આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Mehsana: ખેરાલુમાં નાયબ મામલતદાર રૂપિયા 10,000 ની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ ગોઠવ્યું હતું છટકું

વેપારીએ વીડિઓ બનાવી સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો

જામનગરના ચર્ચિત રાજકીય પાત્ર વિશાલ માડમ પર 2014માં રાજકોટના ચકચારી ભાસ્કર અપહરણ કેસ અને જાળી નોટના મામલામાં પણ સંડોવણીનો આરોપ છે. આ ધરપકડ અને દુષ્કૃત્યો અંગેની ફરિયાદ બાદ, આ વેપારીએ સમગ્ર કિસ્સા પર વિડિઓ બનાવીને તેને સોશ્યલ મીડીયા પર વાયરલ કર્યો છે. આ ઘટનાએ શહેરમાં મોટો હંગામો મચાવ્યો છે અને ગુંડાગીરી સામે કડક કાર્યવાહીની જરૂરિયાતને પુનઃ સુચવ્યો છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×