Jamnagar : 11 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાની ઘટનામાં 2 આરોપીઓની ધરપકડ
- Jamnagar માં 11 વર્ષના બાળક પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
- પારિવારીક સમાધાન થઈ જતા પીડિતની માતાએ ફરિયાદનો કર્યો હતો ઈન્કાર
- આ ઘટનામાં પોલીસે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે
- વીડિયોના આધારે પોલીસે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો
Jamnagar : બેડી વિસ્તારમાં 11 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની ઘટનામાં વળાંક આવ્યો છે. આ ઘટનામાં પારિવારીક સમાધાન થઈ જતા પીડિતની માતાએ ફરિયાદનો કરવાનો ઈન્કાર કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે. સીટી બી ડિવિઝન પોલીસે આરોપીઓએ મોબાઈલમાં બનાવેલ ઘટનાના વીડિયોના આધારે ખુદ ફરિયાદી બની ગુનો નોંધ્યો છે.
સમગ્ર ઘટનાક્રમ
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા 11 વર્ષની વયના એક બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. પીડિત બાળકના જ પરિચીત અન્ય 4 સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને મોબાઈલમાં તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. બાળકની માતાએ આ મામલે તેના પુત્ર સાથે વાત કર્યા પછી જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને જાણ કરી હતી. જો કે જ્ઞાતિના આગેવાનો સાથે ચર્ચા થયા બાદ સમાધાન કરી લેવાતા માતાએ ફરિયાદ કરવા ઈન્કાર કર્યો હતો.
Jamnagar Gujarat First-22-08-2025--
આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
પોલીસ કાર્યવાહી
પીડિત બાળકની માતાએ આ ઘટના મુદ્દે ફરિયાદ કરવાનો ઈન્કાર કરી દેતા પોલીસે ખુદ ફરિયાદી બની ગુનો નોંધ્યો છે. Jamnagar સિટી બી ડિવિઝન પોલીસે આરોપીઓએ મોબાઈલમાં બનાવેલ ઘટનાના વીડિયોના આધારે ખુદ ફરિયાદી બની ગુનો નોંધ્યો છે. પોલીસે બાળક સાથે અઘટીત કૃત્ય કરનાર 4 સગીરો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. જે પૈકી 2 સગીર આરોપીની ભાળ મેળવી લેવાઈ છે. અન્ય એકની શોધખોળ ચાલુ છે. જ્યારે ચોથો સગીર દેવભૂમિ દ્વારકાનો વતની હોવાથી તપાસ ત્યાં સુધી લંબાવાઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદ સેવન્થ ડે જેવી વધુ એક હિંસક ઘટના; વિદ્યાર્થીએ ક્લાસમેટને માર્યું ચાકુ


