Jamnagar : ક્ષત્રિય આગેવાન PT જાડેજાની ધરપકડનો વિરોધ, રાજપૂત સમાજની બાઇક રેલી
- ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા વિરૂદ્ધ કાર્યવાહીને લઈને ભારે રોષ (Jamnagar)
- જામનગરમાં રાજપૂત સમાજે બાઇક રેલી યોજી વિરોધ નોંધાવ્યો
- રાજપૂત સમાજની વાડીથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી
- કલેકટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરી ધરણા પ્રદર્શન, કલેક્ટરને આવેદન આપ્યું
Jamnagar : રાજકોટમાં આવેલા અરમનાથ મંદિરમાં આરતી નહીં કરવા મામલે ધમકી આપી હોવાના આરોપ હેઠળ ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની (P.T. Jadeja) ધરપરકડ કરવામાં આવી છે. જો કે, પી.ટી. જાડેજાની ધરપકડ બાદથી રાજપૂત સમાજમાં (Rajput Samaj) ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ (Rajkot) બાદ હવે જામનગરમાં રાજપૂત સમાજે (Rajput Samaj) આ કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો - Gondal : પાટીદાર હિતરક્ષક સમિતિએ ફરી બાંયો ચડાવી! પ્રેસ કોન્ફરન્સ યોજી કરી મોટી જાહેરાત
રાજપૂત સમાજની કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી, ધરણા કર્યા, આવેદન આપ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં (Jamnagar) રાજપૂત સમાજે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની (P.T. Jadeja) ધરપરકડ સામે વિરોધ કર્યો છે. રાજપૂત સમાજનાં લોકો દ્વારા આજે બાઇક રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજપૂત સમાજની વાડીથી કલેક્ટર કચેરી સુધી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કલેક્ટર કચેરીમાં બેસીને સમાજનાં લોકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું. રાજપૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પણ પાઠવ્યું છે.
આ પણ વાંચો - Junagadh : UP ની યુવતીએ જુનાગઢના યુવકને લગ્નની લાલચ આપી, કિંમતી ઘરેણા-રોકડ લઈ ફરાર!
મંદિરમાં આરતી નહીં કરવા ધમકી આપ્યાનાં આરોપ હેઠળ PT જાડેજાની ધરપકડ
જણાવી દઈએ કે, રાજકોટમાં (Rajkot) આવેલા અરમનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હોવાના આરોપ હેઠળ પી.ટી. જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પી.ટી.જાડેજા દ્વારા ધમકી અપાતી હોવાની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં તેઓ જાસ્મીન મકવાણા સાથે વાતચીત કરતા હોવાનો દાવો કરાયો હતો. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં (Rajkot Taluka Police Station) ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ પી.ટી.જાડેજા (P. T. Jadeja) ની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - Surat : ખાડીપૂરની સમસ્યા અંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલના આદેશ બાદ કલેક્ટર એકશનમાં!