Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ખેડૂતનાં ગંભીર આક્ષેપ, કહ્યું- મારી મંજૂરી વિના ખેતરમાં..! ઓડિયો ક્લિપ વાઇરલ

આ દાદાગીરીને પગલે ખેડૂતે જિલ્લા પોલીસ વડાને અરજી કરી કાર્યવાહી કરવા માગ કરી છે.
jamnagar   ખેડૂતનાં ગંભીર આક્ષેપ  કહ્યું  મારી મંજૂરી વિના ખેતરમાં    ઓડિયો ક્લિપ વાઇરલ
Advertisement
  1. Jamnagar માં ઓપેરા કંપની અને કોંગ્રેસ આગેવાનની ખુલ્લી દાદાગીરી!
  2. ખેડૂતની મંજૂરી વિના ખેતરમાં ઊભા કરી દીધા પવનચક્કીનાં થાંભલા!
  3. કરાણાનાં ખેડૂતના ખેતરમાં મંજૂરી વિના થાંભલા ઊભા કર્યાનો આરોપ
  4. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પર લાગ્યો મોટો આરોપ
  5. દિગુભા જાડેજા અને આગેવાન વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઇરલ

Jamnagar : જામનગર જિલ્લામાં પરવાનગી વગર પવનચક્કી (Windmill) ઊભી કર્યા હોવાનો આરોપ ખેડૂત દ્વારા ઓપેરા કંપની (Opera Company) અને કોંગ્રેસ નેતા (Congress) સામે કરાયો છે. આ મામલે કોંગ્રેસ નેતા-આગેવાન, ખેડૂત-કોંગ્રેસ નેતા અને ખેડૂત અને PSI વચ્ચે થયેલી વાતચીતના ઓડિયો પણ વાઇરલ થયા છે. ખેડૂતનાં ખેતરમાં પરવાનગી વિના પવનચક્કીનાં પોલ નાંખ્યા હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે. આ દાદાગીરીને પગલે ખેડૂતે જિલ્લા પોલીસ વડાને અરજી કરી કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચો - Rajkot : સોની બજારમાં 1 કરોડનાં સોનાની ચોરી કરનારી બંગાળી કારીગરની ટોળકી ઝડપાઈ

Advertisement

Jamnagar માં મંજૂરી વિના ખેતરમાં પવનચક્કીનાં થાંભલા લગાવવાનો આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લાના (Jamnagar) કરાણા ગામમાં (Karana) એક ખેડૂતના ખેતરમાં પરવાનગી વિના પવનચક્કીનાં વીજપોલ નાંખવામાં આવ્યા હોવાનો મુદ્દો સામે આવ્યો છે. ખેડૂત દ્વારા ઓપેરા કંપની અને શહેર કોંગ્રેસ પ્રમુખ પર દાદાગીરીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પવનચક્કી વતી વચેટિયાની ભૂમિકામાં રહેલા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ (Digubha Jadeja) વીજપોલ ઊભા કરી દીધાનો આક્ષેપ કર્યો છે. આ મામલે ખેડૂતે જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી કરી યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવા માગ કરી છે.

Advertisement

&

nbsp;

આ પણ વાંચો - ગુજરાત ભાજપની પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી પર Gopal Italia : "ચૂંટણીમાં માનતા નથી, તો આ ચૂંટણી ક્યાંથી આવી?"

ખેડૂત- કોંગ્રેસ નેતા અને પોલીસ અધિકારીની વાતચીતનો ઓડિયો વાઇરલ!

જણાવી દઈએ કે, આ મામલે ખેડૂત અને પોલીસ વચ્ચેની વાતચીતનો એક ઓડિયો પણ વાઇરલ થયો છે, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પર દાદાગીરીના આરોપો લગાવાયો છે. કોંગ્રેસનાં પૂર્વ સાંસદ વિક્રમ માડમનો (Vikram Madam) પણ ઓડિયોમાં ઉલ્લેખ છે. ઉપરાંત, દિગુભા જાડેજા અને આગેવાન વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાઇરલ થયો છે. આ વાઇરલ ઓડિયોમાં દિગુભા જાડેજા કહેતા સંભળાય છે કે, કામ બંધ કરવાનું નથી, વાંધો હોય તો જામનગર આવીને મળો. જે પણ ડોક્યુમેન્ટ જોતા હોય તે મારી ઓફિસથી મળી જશે. બીજી તરફ દિગુભા જાડેજા અને ખેડૂત સાથેની વાતચીતનો ઓડિયો પણ વાઇરલ થયો છે, જેમાં ખેડૂત કહેતા સંભળાય છે કે, ખેતરમાં ઊભો પોલ ખુંદાય છે તો અમે ના પૂછીએ તો કોણ પૂછે? દિગુભા જાડેજા કહે છે કે, રજૂઆત રજૂઆતની રીતે હોય, કામ બંધ કરવાના ના હોય. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Vadodara : બાઇક સાથે અકસ્માત સર્જ્યો, પોલીસ સાથે મારામારી કરનારા વૈભવી કારચાલકની અટકાયત

Tags :
Advertisement

.

×