Jamnagar: કાલાવડ તાલુકા મથકે યોજાશે સ્વાગત ફરિયાદ નિવારણ
- મહિનાના ચોથા બુધવારે તાલુકા કક્ષાએ આયોજન
- અરજદારોએ કઈ કઈ બાબતોનું પાલન કરવાનું રહેશે ?
- જાણો આગામી ક્યારે અને કયા તાલુકામાં યોજાશે કાર્યક્રમ ?
Jamnagar: સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જો કે આ કાર્યક્રમમાં કેવા પ્રશ્નો પૂછી શકાય ? કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ? જેને લઈને સરકારી પ્રસાસન-વહીવટી તંત્ર દ્વારા રૂપરેખા તૈયાર કરવામાં અવી છે.
અરજદારોએ કઈ કઈ બાબતોનું પાલન કરવાનું રહેશે ?
(1) તાલુકા કક્ષાએ તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ, અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલી હોવી જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.
(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.
(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.
(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં.
(5) તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલાં કોઈપણ અરજદારે ગ્રામ્યકક્ષાના પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.
આ તમામ બાબતોને ધ્યાન રાખી અરજદારો તાલુકા સ્તરે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લઇ શકશે
આ પણ વાંચો: Ahmedabad: બોપલમાં ફાયરિંગ, ગોળી વાગતા એકનું મોત થયુ અને મળી સુસાઈડ નોટ, બનાવ હત્યાનો કે આત્મહત્યા !
Jamnagar ક્યારે અને કયા તાલુકામાં યોજાશે કાર્યક્રમ ?
જામનગર (Jamnagar) જિલ્લાના કાલાવડ તાલુકામાં ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' આગામી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદાર, કાલાવડના અધ્યક્ષસ્થાને મામલતદારની કચેરી કાલાવડના મીટિંગ હોલમાં યોજવામાં આવશે. જેને લઈને આગામી તારીખ ૧૦-૦૮-૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, કાલાવડને મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ અમુક નિશ્ચિત કરેલ બાબતોનું પાલન કરવાનું રહેશે. જિલ્લા કક્ષાએ અનેક નાગરિકોની સમસ્યાનું સુખદ સમાધાન થયું છે. ત્યારે તાલુકા ફરિયાદ નિવારણમાં પણ નાગરિકોની જટિલ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય એવા ઉદેશ્યથી કાર્યક્રમ તાલુકા કક્ષાએ લઇ જવામાં આવ્યો છે. કાલાવડ તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે પ્રસાસન દ્વારા કહેવાયું છે.
અહેવાલ: નાથુ રામદા, જામનગર
આ પણ વાંચો: Rajkot News: પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી, ગરીબોનું અનાજ લેતા અમીરો ભરાયા !


