Jamnagar: ગલુડિયા પર અત્યાચારનો વીડિયો વાયરલ થતા મહિલાએ માંગી માફી
- આ ઘટનાએ જીવ દયાપ્રેમીઓમાં ઊંડો આઘાત લગાવ્યો
- મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે
- માહિલાનું કૃત્ય સોશ્યલ મીડિયામાં વાયરલ
Jamnagar: જામનગરમાં મુક પશુ ગલુડિયા પર અત્યાચારનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે નિર્દયતા પૂર્વક સ્ફુટી પાછળ બાંધી એક મહિલા ગલુડિયા પર અત્યાચાર ગુજરાતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર મામલે છાનબિન કરવામાં આવી તો બે પાડોશી પરિવાર વચ્ચે ગલુડિયાને લઈને થયેલ માથાકૂટ બાદ ત્રાહિત મહિલાએ નિર્દયતા પૂર્વક કૃત્ય આચર્યું હોવાની હકીકત સામે આવી છે.
એક યુવાનની નજર મહિલાના કૃત્ય તરફ પડી
આ ઘટના છે જામનગરની, બે દિવસ પૂર્વે જાહેર માર્ગ પર પોતાની સ્ફુટી પાછળ એક મહિલા નિર્દયતા પૂર્વક બાંધી માસૂમ ગલુડિયાને ધસળતી નજરે પડે છે. બરાબર આ જ સમયે એક યુવાનની નજર મહિલાના કૃત્ય તરફ પડે છે. જીવદયા પ્રેમી યુવાને મહિલાને રોકાવી આવું ન કરવા કહે છે પણ મહિલા પોતાના કૃત્યને અંજામ આપે છે. યુવાને પોતાના મોબાઈલમાં મહિલાના કૃત્યને કંડારી તેણીના કબ્જામાંથી ગલુડિયું છોડાવી પોતાના ઘરે લઈ જાય છે. ઇજાગ્રસ્ત ગલુડિયાની સારવાર કરે છે . બીજા દિવસે પાલતુ ગલુડિયાના માલિક મળી જાય છે અને યુવાન શ્વાનનો કબ્જો તેમને આપે છે. બીજી તરફ યુવાને માહિલાનું કૃત્ય સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ ઘટનાએ જીવ દયાપ્રેમીઓમાં ઊંડો આઘાત લગાવ્યો
જામનગરની આ ઘટનાએ જીવ દયાપ્રેમીઓમાં ઊંડો આઘાત લગાવ્યો છે. ત્રણ માસ પૂર્વે પોતાના ઘર સામે શ્વાને ગલુડિયાને જન્મ આપ્યા બાદ મહિલાએ પોતાના બાળકની જેમ ગલુડિયાનો ઉછેર કર્યો હતો. જેમાં ગલુડિયાએ પાડોશી મહિલાની કારના કવરને બચકા ભરી ફાડી નાખ્યું હતુ. પછી બંને પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ અને હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલાએ પીતો ગુમાવી નિર્દયતા પૂર્વક ઘટનાને અંજામ આપ્યો હતો.
મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે
જામનગરની સમગ્ર ઘટનાએ જીવદયા પ્રેમી સહિતનોને હચમચાવી નાખ્યા છે. આ ઘટના પ્રકાશમાં આવતા જે તે મહિલા સુધી ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે તે ઘટનાને લઈ મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. ગલુડિયાના ત્રાસ અને નુકસાની અંગે મહાપાલિકામાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા મારાથી આ ભૂલ થઈ ગઈ હોવાનો સ્વીકાર કર્યો છે.
આ પણ વાંચો: Amreli: લેટર કાંડ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો, જાણો વિવિધ કાર્યક્રમની ગતિવિધિ