Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morari Bapu : હિમાચલ પ્રદેશ, તેલંગણાની ઘટનામાં મૃતકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, 12 લાખથી વધુની સહાય

વાદળ ફાટવાથી અને અતિવૃષ્ટિને કારણે માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) 40 જેટલા લોકોનાં મોત નિપજયા છે.
morari bapu   હિમાચલ પ્રદેશ  તેલંગણાની ઘટનામાં મૃતકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ  12 લાખથી વધુની સહાય
Advertisement
  1. કથાકાર મોરારી બાપુએ હિમાચલમાં માર્યા ગયેલા લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ (Morari Bapu)
  2. શ્રદ્ધાંજલિની સાથે મૃતકનાં પરિવારજનોને લાખો રૂપિયાની સહાય જાહેર કરી
  3. અમેરિકામાં લિટલ રોક ખાતે ચાલી રહી છે કથાકાર મોરારી બાપુની રામકથા
  4. તેલંગાણામાં મૃત્યુ પામેલા 44 લોકોને પણ પાઠવી શ્રદ્ધાંજલિ
  5. ગાંધીનગર કેનાલમાં કાર ખાબકતા મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

Morari Bapu : છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ અને નુકસાન હિમાચલ પ્રદેશમાં થવા પામ્યું છે. વાદળ ફાટવાથી અને અતિવૃષ્ટિને કારણે માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) 40 જેટલા લોકોનાં મોત નિપજયા છે અને લાખો રુપિયાની ખુવારી થઈ છે. પૂજ્ય મોરારી બાપુની રામકથા અમેરિકામાં લિટલ રોક ખાતે ચાલી રહી છે અને તેમને આ સમાચાર પ્રાપ્ત થતાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે.

આ પણ વાંચો - Junagadh : તંત્રની નબળી કામગીરી સામે BJP ના MLA એ જ મોરચો માંડ્યો!

Advertisement

શ્રદ્ધાંજલિની સાથે મૃતકનાં પરિવારજનોને લાખો રૂપિયાની સહાય જાહેર કરી

કથાકાર મોરારી બાપુએ (Morari Bapu) મૃતકોનાં પરિવારજનોને રુપિયા 6 લાખની સહાય અર્પણ કરી છે. આ વિતિય સેવા કથાનાં મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે અને ટ્રસ્ટ દ્વારા રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે. બીજી બાજુ બે દિવસ પહેલા તેલંગણા (Telangana) રાજ્યની દવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને ભયાનક આગ લાગી હતી, જેમાં માહિતી અનુસાર 44 લોકોનાં કરુણ મોત નિપજયા છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : ઉપલેટામાં મકાન ધરાશાયી, એક મહિલાને ગંભીર ઇજાઓ, અન્ય એક કાટમાળમાં દબાઈ

હિમાચલ પ્રદેશ, તેલંગાના, ગાંધીનગર, જામનગરમાં મૃતકોનાં પરિવારજનોને સહાય

કથાકાર મોરારી બાપુએ (Morari Bapu) ઉપરોક્ત ઘટનામાં માર્યા ગયેલાઓને પણ રુપિયા 6,60,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં (Minister's Relief Fund) જમા કરાવી દેવામાં આવશે. ગાંધીનગર નજીક એક કાર કેનાલમાં ખાબકતાં ત્રણ લોકોનાં મોત નિપજયા હતા. તેમના પરિવારજનોને પણ 45,000 ની સહાય મોકલવામાં આવશે. જામનગરમાં (Jamnagar) સલાયા નજીક બે યુવકના પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા હતા. તેમને પણ 30,000 ની સહાય મોકલવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

આ પણ વાંચો - Gujarat Congess : પ્રદેશ પ્રમુખ પદ માટે જહેમત! મલ્લિકાર્જુન ખડગે સાથે MLA વિમલ ચુડાસમાની મુલાકાત

Tags :
Advertisement

.

×