Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પૂરતો ભાવ ન મળતાં ખેડૂતોનો વિરોધ

ધુતારપર ગામે ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જેમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોએ નવતર વિરોધ કર્યો છે. ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી દીધી છે. મહેનત અને મોંઘા ખર્ચે ઉગાડેલી ડુંગળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં ડુંગળી પખવાડિયામાં વેચવી પડે છે, નહીંતર તે બગડી જાય છે.
jamnagar  ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા  પૂરતો ભાવ ન મળતાં ખેડૂતોનો વિરોધ
Advertisement
  • Jamnagar: પંથકના ગામડાઓના ખેડૂતોએ કર્યો નવતર વિરોધ
  • મોંઘા ભાવે પકાવેલી ડુંગળી રોડ પર ફેંકવા થયા મજબૂર
  • ડુંગળી રોડ પર ફેંકી પોષણક્ષમ ભાવ મળે તેવી કરી માગ

Jamnagar: ધુતારપર ગામે ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જેમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોએ નવતર વિરોધ કર્યો છે. ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી દીધી છે. મહેનત અને મોંઘા ખર્ચે ઉગાડેલી ડુંગળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં ડુંગળી પખવાડિયામાં વેચવી પડે છે, નહીંતર તે બગડી જાય છે.

ખેડૂતોએ પોષણક્ષમ ભાવની માગ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો

ખેડૂતોએ પોષણક્ષમ ભાવની માગ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. જામનગર પંથકના ગામડાઓના ખેડૂતોએ આ રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. જેમાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટનું ધ્યાન ખેંચ્યું છે.

Advertisement

Advertisement

જગતના તાતે મહામહેનતે પકવેલ ડુંગળી રોડ પર ફેકવા મજબૂર બન્યા

જગતના તાતે મહામહેનતે પકવેલ ડુંગળી રોડ પર ફેકવા મજબૂર બન્યા છે. ડુંગળીનો પુરતો ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે અને તેમણે ડુંગળીના પોષણ સમ ભાવ મળે તેવી માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે રાતોના ઉજાગરા કરીને તૈયાર કરેલી ડુંગળીના બજારમાં મણ દીઠ 150 રૂપિયા ભાવ મળે છે.

Jamnagar: ડુંગળી તૈયાર કરવામાં વીઘા દીઠ 40 હજારનો ખર્ચ થતો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો

ડુંગળી તૈયાર કરવામાં વીઘા દીઠ 40 હજારનો ખર્ચ થતો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. ત્યારે ઓછા ભાવના લીધે વાવેતર ખર્ચ પણ ન નીકળતો હોવાની વાત કરી છે. આટલા ઓછા ભાવે તો ખેડૂતોને વાવેતરમાં કરેલો ખર્ચ પણ ન નીકળે, તો નફાની તો વાત જ શું કરવી? ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નથી. જેના લીધે ખેડૂતોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

ખેડૂતો પાસે હાલ કોઈ વ્યવસ્થા નથી

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ખેડૂતોને ભાવ મળતા નથી, જેના લીધે ખેડૂતો પાસે હાલ કોઈ વ્યવસ્થા નથી, પૈસા નથી. મજૂરોને પૈસા ચુકવવાના છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. મગફળીમાં ભાવ મળતા નથી. કપાસમાં તો સરકારે પહેલાથી જ ઈમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી દીધી છે. એટલે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તેવું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો: Helicopter Crash: અમેરિકાના લોસ એન્જલસમાં હેલિકોપ્ટર ક્રેશ, ટેક ઓફ બાદ તરત જમીન પર પટકાયું

Tags :
Advertisement

.

×