Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi in Vantara: સિંહના બચ્ચાને વહાલ કરતા જોવા મળ્યા PM Modi જુઓ Video

પીએમ મોદીની આ મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે
pm modi in vantara  સિંહના બચ્ચાને વહાલ કરતા જોવા મળ્યા pm modi જુઓ video
Advertisement
  • PM Modiએ અનંત અંબાણીએ કરાવી વનતારાની મુલાકાત
  • વનતારામાં રેસ્કયૂ કરી લાવામાં આવ્યા છે લુપ્ત પ્રાણીઓ
  • વનતારાનો વન્યજીવન પ્રોજેક્ટ અનંત અંબાણીની પહેલ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જામનગરમાં વનતારા વન્યજીવન બચાવ કેન્દ્રની મુલાકાત લીધી હતી. હવે પીએમ મોદીની આ મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સિંહના બચ્ચાને વહાલે કરતા જોવા મળે છે. આ વીડિયોમાં, અનંત અંબાણી પોતે તેમને વનતારાની મુલાકાતે લઈ જતા જોવા મળે છે.

Advertisement

અહીં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને બીજી ઘણી સુવિધાઓ છે

પીએમ મોદીએ વનતારામાં વિવિધ સુવિધાઓનો અભ્યાસ કર્યો અને વન્યજીવન હોસ્પિટલની પણ મુલાકાત લીધી. તેમણે પશુચિકિત્સા સુવિધાઓની પણ મુલાકાત લીધી. તમને જણાવી દઈએ કે અહીં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને બીજી ઘણી સુવિધાઓ છે. વનતારામાં પ્રાણીઓ માટે અનેક વિભાગો છે જેમાં વન્યજીવન એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા, આંતરિક દવાનો સમાવેશ થાય છે.

Advertisement

વનતારામાં રેસ્કયૂ કરી લાવામાં આવ્યા છે લુપ્ત પ્રાણીઓ

વનતારામાં, પીએમ મોદીએ એક વિશાળ અજગર, એક અનોખો બે માથાવાળો સાપ, બે માથાવાળો કાચબો અને સીલ પણ જોયા. પીએમએ હાથીઓને તેમના જેકુઝીમાં જોયા. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ એશિયાટિક સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, ચિત્તાના બચ્ચા સહિત ઘણા પ્રાણીઓને વહાલ કર્યું છે. અહીં ખાસ વાત એ છે કે આ બધા પ્રાણીઓ દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓના છે.

વનતારાનો વન્યજીવન પ્રોજેક્ટ અનંત અંબાણીની પહેલ છે

તમને જણાવી દઈએ કે વનતારા એ પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પહેલ છે. તે ગુજરાતના જામનગરમાં 3 હજાર એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. 'વનતારા' સ્ટાર ઓફ ધ ફોરેસ્ટ હેઠળ, પ્રાણીઓને બચાવવામાં આવે છે અને તેમની સંભાળ રાખવામાં આવે છે. એક રીતે, આ પ્રાણીઓના સંરક્ષણ અને બચાવ માટેનું કેન્દ્ર છે. વનતારામાં 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવવામાં આવેલા પ્રાણીઓનું ઘર છે.

આ પણ વાંચો: આ ભેંસની કિંમત લાખો રૂપિયા, માલિક તેને વેચવા તૈયાર નથી

Tags :
Advertisement

.

×