Jamnagar: પોલીસ જવાને 204 દિવસમાં 14 હજાર કિલોમીટરની યાત્રા ખેડી, જામનગરમાં થયું સ્વાગત
- પોલીસ જવાન સંજયગિરી ગોસ્વામીએ 14 હજાર કિલોમીટરની યાત્રા ખેડી
- સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને તે માટે કરી રહ્યા છે સાયકલ યાત્રા
- સાહસવીર જવાનનું જામનગરમાં ફુલહાર પહેરાવી સન્માન કરાયું
Jamnagar: રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ જવાને અનોખું સાહસ ખેડી બાર જ્યોતિર્લિંગ અને નેપાળની સાયકલ યાત્રા (cycle journey) પૂર્ણ કરીને આજે જામનગર (Jamnagar) આવી પહોંચ્યા છે. સાત માસથી સતત સાયકલ સાથે જવાને ચાર ધામ ઉપરાંત દેશભરના શહેરોને આવરી લીધા, સાયકલ ચલાવી લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને એ હેતુથી પોલીસ જવાન 14 હજાર કિલોમીટરની સાયકલ યાત્રા ખેડી દેશભરમાં શુભ સંદેશ પાઠવ્યો છે.
આ પણ વાંચો: કોટેશ્વરમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પત્ની તેડવા ગયેલા પતિનું જ થયું અપહરણ
સાહસવીર જવાનનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું
નોંધનીય છે કે, ત્રણેય ઋતુનો સામનો કરી ચૂકેલ જવાને દ્વારકાધીસ ભગવાનના દર્શન કરી આજે રાત્રે જામનગર આવી પહોચ્યા છે. જામનગરમાં સાહસવીર જવાનનું ફુલહાર પહેરાવી સન્માન પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસના જવાને સાયકલ પર પૂર્ણ કરી 14 હજાર કિલો મિટરની યાત્રા પૂર્ણ કરી છે. જે એક ખુબ જ મોટું સાહસ છે. પોલીસ જવાને કહ્યું તે પોતે લોકોના સ્વસ્થ સ્વાસ્થ્યનો સંદેશ લઈને આ યાત્રાએ નીકળ્યાં છે.
આ પણ વાંચો: ભારે કરી! આ ભાઈએ તો નોકરી ના કરવા માટે પોતાની આંગળીઓ જ કાપી નાખી! પોલીસને પણ ગોથે ચડાવી
204 દિવસની યાત્રામાં 14000 હજાર કિલોમીટરની યાત્રા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પોલીસ જવાન સંજયગિરી ગોસ્વામી (Sanjaygiri Goswami)બાર જયોતિલિંગ, ચાર ધામ અને નેપાળનો પ્રવાસ કરી દ્વારકાધીશના દર્શન કરી જામનગર પહોંચ્યાં છે. એટલું જ નહીં પરંતુ 204 દિવસની યાત્રામાં 14000 હજાર કિલોમીટરની યાત્રા કરી છે. જે સાહસની વાત છે. આવી રીતે અન્ય લોકો માટે આ યાત્રા પ્રેરણાદાયી છે. જેથી પાલનપુરના આ પોલીસ જવાન સંજયગિરી ગોસ્વામીનું જામનગર ખાસે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Political controversy: લ્યો બોલો, આ જિલ્લામાં ભાજપના જ નેતા પક્ષના નેતાને ધારાસભ્ય નથી માનતા