Jamnagar: આયુર્વેદ દવા આપવાના નામે ઘરમાં ઘૂસી કરી લૂંટ, પહેલા મહિલાઓને બંધક બનાવી અને...
- બંને શખ્સોએ મહિલાને માર મારી બંધક બનાવી કરી લૂંટ
- મહિલાને બંધક બનાવી દાગીના અને રોકડ લૂંટી શખ્સો ફરાર
- LCB અને સિટી એ ડિવિઝન પોલીસે લૂંટ અંગે તપાસ હાથ ધરી
- અલગ-અલગ ટીમ બનાવી લૂંટારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા
Jamnagar: અત્યારે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં તે વિચારવું પડે છે. કારણે કે, એવી ઘટનાઓ બની રહીં છે જેમાં ઘણીવાર તો પાડોશી પર પણ શંકા થઈ જાય છે! માણસ હવે વિશ્વાસપાત્ર રહ્યો જ નથી એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.જામનગરમાં આવી જ એક ઘટના બની છે. જેમાં આયુર્વેદિક દવા આપવાના નામે ઘરમાં ઘૂસીને લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. જેને લૂંટની ઘટનાને લઈને પરિવાર ચિંતાના માહોલમાં જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Bhavnagar: ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર! શહેરમાં અસમાજિક તત્વોએ મચાવ્યો ફરી આતંક
બે શખ્સો આવ્યા અને 14 લાખની લૂંટ ફરાર થઈ ગયા
વિગતે વાત કરવામાં આવે તો, જામનગરની તાપમામદ સોસાયટીમાં લૂંટની ઘટના બની છે. આયુર્વેદ દવા આપવાના બહાને બે શખ્સો આવ્યા અને 14 લાખની લૂંટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ જણાવા મળ્યું છે કે, બંને શખ્સોએ મહિલાને માર મારીને બંધક બનાવી અને પછી 14 લાખની લૂંટ આચરી ફરાર થઈ ગયા હતા. મહિવાઓને પહેલા બંધક બનાવી પછી દાગીના અને રોકડની લૂંટ કરી શખ્સો ફરાર થઈ ગયાં હતા.
આ પણ વાંચો: 31મી ડિસેમ્બરના અનુસંધાને રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ, જો પકડાયા તે ખેર નહીં!
પોલીસે ટીમ બનાવી લૂંટારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા
નોંધનીય છે કે, અત્યારે LCB અને સિટી એ ડિવિઝન પોલીસે લૂંટ અંગે તપાસ હાથ ધરી દીધી છે. એટલું જ નહીં પરંતુ અલગ-અલગ ટીમ બનાવી લૂંટારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે શહેરવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. એટલું નહીં પરંતુ આરોપીને ઝડપથી પકડવામાં આવે તે માટે પરિવારે માંગ પણ કરી છે. જેથી અત્યારે પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Surat: ફરીવાર BRTS બસના ડ્રાઇવર સાથે વાહનચાલકોએ કરી મારામારી, ઘટના સીસીટીવીમાં થઈ કેદ