Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rivaba Jadeja : રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ જાહેર મંચ પર કર્યો રસપ્રદ ખુલાસો!

જામનગરમાં યોજાયેલા એક સન્માન સમારંભ દરમિયાન રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મંત્રીપદ સ્વીકારતા પૂર્વેનો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ ઉચ્ચ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીએ આગલા દિવસે જ તેમને ફોન કરીને એડવાન્સમાં અભિનંદન પાઠવ્યા હતા અને શિક્ષણમંત્રી બનવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી રીવાબાએ જાહેર મંચ પરથી આ વાત શેર કરતાં ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
rivaba jadeja   રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ જાહેર મંચ પર કર્યો રસપ્રદ ખુલાસો
Advertisement
  1. Jamnagar માં રાજ્ય શિક્ષણ મંત્રી Rivaba Jadeja એ મંત્રીપદ પૂર્વે કર્યો ખુલાસો!
  2. પૂર્વ ઉચ્ચ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીનો મને આગલા દિવસે ફોન આવ્યો : રીવાબા જાડેજા
  3. "એડવાન્સમાં અભિનંદન અને શિક્ષણમંત્રી બનો એવી શુભેચ્છાઓ"
  4. રીવાબાએ સન્માન સમારંભ દરમિયાન મંચ પરથી ખુલાસો કર્યો!

Jamnagar : જામનગરમાં યોજાયેલા એક સન્માન સમારંભ દરમિયાન રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ (Rivaba Jadeja) મંત્રીપદ સ્વીકારતા પૂર્વેનો એક રસપ્રદ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, પૂર્વ ઉચ્ચ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીએ (Vasuben Trivedi) આગલા દિવસે જ તેમને ફોન કરીને એડવાન્સમાં અભિનંદન પાઠવ્યા હતા અને શિક્ષણમંત્રી બનવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી રીવાબાએ જાહેર મંચ પરથી આ વાત શેર કરતાં ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો - Lily Parikrama : જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા રૂટનું કલેક્ટરે કર્યું નિરીક્ષણ, 2 નવેમ્બરથી પ્રારંભ થશે પવિત્ર યાત્રા

Advertisement

પૂર્વ ઉચ્ચ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીનો મને આગલા દિવસે ફોન આવ્યો : Rivaba Jadeja

જામનગરમાં (Jamnagar) તાજેતરમાં રીવાબા જાડેજાને રાજ્ય સરકારનાં નવા મંત્રીમંડળમાં રાજ્ય શિક્ષણમંત્રી (State Education Minister) તરીકેની જવાબદારી મળતા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ દરમિયાન મંત્રી રીવાબા જાડેજાએ એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે મંત્રીપદ સ્વીકારતા પૂર્વેની એક રસપ્રદ ઘટના અંગે વાત કરતા જાહેર મંચ પરથી કહ્યું કે, મંત્રી પદ મળે તેના આગલા દિવસે પૂર્વ ઉચ્ચ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે એડવાન્સમાં અભિનંદન...’

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : કોઝવે તૂટતાં કાળુભાર નદીનું પાણી ફરી વળ્યું, જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર

"એડવાન્સમાં અભિનંદન અને શિક્ષણમંત્રી બનો એવી શુભેચ્છાઓ"

મંત્રી રીવાબા જાડેજાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, તેમણે કહ્યું કે હું માતાજીને પ્રાર્થના કરું કે તેમને શિક્ષણ ખાતું મળે. બીજા દિવસે શિક્ષણ વિભાગની જવાબદારી મળતા મેં તેમને ફોન કર્યો અને કહ્યું કે ભગવાનને તમારી લાગણી સાંભળી અને મને આ જવાબદારી મળી. મંત્રી રીવાબાએ (Rivaba Jadeja) મંચ પરથી આ વાત શેર કરતાં ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે રીવાબા જે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે, તે જ બેઠક પરથી વસુબેન ત્રિવેદી (Vasuben Trivedi) બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.

આ પણ વાંચો - Vadodara : Reel બનાવવા માટે યુવક મોબાઇલ ટાવર પર ચઢી ગયો, પછી..!

Tags :
Advertisement

.

×