Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar શહેરનો કરૂણ બનાવ! માતાએ નવજાત બાળકને કાંટામાં ફેકી દીધું

Bhavnagar: ‘મા’ ને ભગવાન કરતા પણ વધારે મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ અત્યારે કળિયુગએ માજા મૂકી દીધી છે. સંબંધો તો મરી પરવાર્યા
bhavnagar શહેરનો કરૂણ બનાવ  માતાએ નવજાત બાળકને કાંટામાં ફેકી દીધું
Advertisement
  1. એક ‘મા’ પોતાના બાળકને કેવી રીત ત્યજી શકે?
  2. ટોપ થ્રી સર્કલ પાસેની વસંતવિહાર સોસાયટી નજીક બની ઘટના
  3. માતાએ એક નવજાત બાળકને બાળવના કાંટામાં ફેકી દીધું

Bhavnagar: ‘મા’ ને ભગવાન કરતા પણ વધારે મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ અત્યારે કળિયુગએ માજા મૂકી દીધી છે. સંબંધો તો મરી પરવાર્યા છે. એક ‘મા’ પોતાના બાળકને કેવી રીત ત્યજી શકે? આ વિચાર માત્રથી સામાન્ય વ્યક્તિનું હ્રદય દ્રવી ઉઠે! પરંતુ આવી એક ઘટના પ્રકાશમાં આવી છે. ભાવનગર (Bhavnagar) શહેરમાં માતાએ બાવળના કાંટામાં નવજાત શિશુને ફેકી દીધુ હોવાનો કરુંણ બનાવ સામે આવ્યો છે.

આ પણ વાંચો: Panchmahal: ગોધરા નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, 18 લોકો ઘાયલ

Advertisement

નવજાત શિશુ બાવળની કાંટમાં કલાકો સુધી લટકતું રહ્યું!

વિગતે વાત કરવામાં આવે તો, આ સમગ્ર ઘટના ભાવનગર  (Bhavnagar ) શહેરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ વસંતવિહાર સોસાયટી નજીક બની છે. તાજુ જન્મેલા નવજાત શિશુને તેની માતાએ હેવાન બનીને બાવળની કાંટમાં ફગાવી દીધું પરંતુ નવજાત શિશુના ભાગ્યમાં નવું જીવન લખ્યું હશે માટે નવજાત શિશુ બાવળની કાંટમાં કલાકો સુધી લટકતું રહ્યું અને જીવીત પણ રહ્યું છે. પરંતુ એક માતા આવું કેવી રીતે કરી શકે? શું તેનામાં જરાય માનવતા નહીં હોય? આવા અનેક સવાલો અત્યારે લોકો કરી રહ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: Kutch: એક બે નહીં પરંતુ 14 બોગસ લાયસન્સ ઈસ્યું કર્યા, મુખ્ય સુત્રધારને SOGએ દબોચ્યો

આવી માતાને કેવી રીતે પૂજનીય સમજવી?

આ બનાવ અંગે સ્થાનિક કોઈ વ્યક્તિને જાણ થતા ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાદમાં મેડિકલની ટીમ બનાવ સ્થળ પર પહોંચી હતી. અને બાવળની કાંટમાં લટકતું નવજાત શિશુને સહી સલામત બહાર કાઢ્યું છે. મળતી વિગતો પ્રમાણે હાલ આ નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. આવી માતાને કેવી રીતે પૂજનીય સમજવી? અત્યારે લોકો બાળકો માટે કેટલો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ અહીં તો ગંગા ઉલટી વહેતી જોવા મળી હોવાનું સામે આવ્યું છે. તાજા જન્મેલા બાળકે માતાએ બાવળોમાં ફેકી દીધું? જોકે, બાળકના ભાગ્યમાં જીવવાનું લખેલું હશે એટલે તે જીવી ગયું છે, અત્યારે હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×