Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vantara : SC થી મળી ક્લીનચીટ, વનતારાએ નિવેદન જાહેર કર્યું!

પશુ તસ્કરી, પશુ સંરક્ષણ, વેપારી અનિયમિતિતા અને રૂપિયા કમાવવાનાં ગંભીર આરોપો બાદ તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હતી.
vantara   sc થી મળી ક્લીનચીટ  વનતારાએ નિવેદન જાહેર કર્યું
Advertisement
  1. Jamnagar સ્થિત Vantara ને સુપ્રીમ કોર્ટથી મળી ક્લિન ચીટ
  2. પશુ તસ્કરી અને રૂપિયા કમાવવાનો લાગ્યો હતો આરોપ
  3. SIT નાં રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટની Vantara ને ક્લિન ચીટ
  4. વનતારા દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું
  5. "વનતારા પ્રાણીના રક્ષણ અને જતન કરતી સંસ્થા છે"

Jamnagar : જામનગર સ્થિત વનતારાને (Vantara) સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. પશુ તસ્કરી, પશુ સંરક્ષણ, વેપારી અનિયમિતિતા અને રૂપિયા કમાવવાનાં ગંભીર આરોપો બાદ તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હતી. SIT નાં રિપોર્ટ બાદ વનતારાને સુપ્રીમ કોર્ટથી (Supreme Court) ક્લિન ચીટ મળી છે. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ વનતારા દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

Vantara ને સુપ્રીમ કોર્ટથી મળી ક્લિન ચીટ

વનતારા દ્વારા બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું કે, ભારતની નામદાર સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનાં (SIT) તારણોનું અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વાગત કરીએ છીએ. SIT નાં રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટનાં આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વનતારાનાં પ્રાણી કલ્યાણનાં મિશન સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયાવિહોણા હતા. SIT ના માનનીય અને અત્યંત આદરણીય સભ્યો દ્વારા સત્યને અપાયેલી માન્યતા વનતારા સાથે સંકલિત દરેકનાં માટે માત્ર રાહતરુપ જ નથી પરંતુ એક આશીર્વાદ રૂપ પણ છે, કારણ કે તે આપણી કામગીરીને જ પોતાના માટે બોલવાની મંજૂરી આપે છે.

Advertisement

Advertisement

SIT નાં રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટની વનતારાને ક્લિન ચીટ

વનતારાએ નિવેદનમાં વધુ જણાવ્યું કે,  SIT ના તારણો અને સર્વોચ્ચ અદાલતનો આદેશ આપણને મૂંગા પ્રાણીઓની નમ્રતા અને નિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખવા માટે વધુ ઊર્જા અને પ્રોત્સાહન આપે છે. સમગ્ર વનતારા (Vantara) પરિવાર આ માન્યતા આપવા બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને દરેકને કરુણા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ અને જતન કરવાની અમારી આજીવન પ્રતિબદ્ધતાની ખાતરી આપે છે.

આ પણ વાંચો - Vadodara : ડભોઇનો લૂંટ કેસ ઉકેલાયો, ખૂંખાર આરોપી દબોચતી ગ્રામ્ય LCB

હંમેશા મૂંગા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, કરુણા અને જવાબદારી નિભાવી : વનતારાએ

વનતારાએ નિવેદનમાં વધુ જણાવ્યું કે, વનતારા હંમેશાથી આપણી વચ્ચેના મૂંગા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, કરુણા અને જવાબદારી સાથે વર્તતું આવ્યું છે. અમે જે પણ પ્રાણીને રેસ્ક્યુ કરીએ છીએ, જે દરેક પક્ષીને સાજું કરીએ છીએ, દરેક અબોલ જીવ જેને આપણે બચાવીએ છીએ તે એ વાતની યાદ અપાવે છે કે તેમની સુખાકારી એ કાંઈ આપણાથી અલગ નથી - તે સમગ્ર માનવજાતનાં કલ્યાણનું જ એક અવિભાજ્ય અંગ છે. આપણે મૂંગા પ્રાણીઓની સંભાળ રાખીએ છીએ, ત્યારે આપણે માનવતાના આત્માની પણ સંભાળ રાખીએ છીએ.

આ પણ વાંચો - PMNarendraModi75 : અમદાવાદમાં નમો અમૃત મહા આરોગ્ય શિબિર

'આપણે સહુ સાથે મળી ધરતી માતાને બધા જીવો માટે વધુ સારું સ્થળ બનાવીએ'

વનતારાએ જણાવ્યું કે, અમે આ પ્રસંગે ભારત સરકાર, રાજ્ય સરકારો અને પ્રાણીઓની સંભાળના વિશાળ અને પડકારજનક કાર્યમાં જોડાયેલા અન્ય તમામ હિસ્સેદારો સાથે અમારી એકતાનાં શપથ લઈને ખાતરી આપીએ છીએ કે વનતારા હંમેશા તેમની સાથે નિકટતાથી કામગીરી કરવા તૈયાર રહેશે. ચાલો, આપણે સહુ સાથે મળીને ધરતી માતાને બધા જીવો માટે વધુ સારું સ્થળ બનાવીએ.

આ પણ વાંચો - Vadodara : નવરાત્રીમાં ગરબામાં ફાયર સેફ્ટીની માર્ગદર્શિકા જાહેર, વાંચો વિગતવાર

Tags :
Advertisement

.

×