ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli Letter Kand : હવે SMC નાં વડા કરશે તપાસ! પોલીસ વડા સાથે જેનીબેન કરશે મુલાકાત

ગઈકાલે આ કેસમાં અમરેલીએ મોટી કાર્યવાહી કરીને એક મહિલા સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા.
01:54 PM Jan 13, 2025 IST | Vipul Sen
ગઈકાલે આ કેસમાં અમરેલીએ મોટી કાર્યવાહી કરીને એક મહિલા સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા.
Amreli_Gujarat_firstc
  1. Amreli Letter Kand મુદ્દે સૌથી મોટા સમાચાર
  2. સ્ટેટ મોનિટરિંગ સેલનાં વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ આગળની તપાસ
  3. ગઈકાલે આ કેસમાં મહિલા સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા હતા

અમરેલી લેટરકાંડને (Amreli Letter Kand) લઈ મોટા સમાચાર આવ્યા છે. આ મામલે હવે સ્ટેટ મોનિટરિંગ સેલનાં (State Monitoring Cell) વડાને તપાસ સોંપવામાં આવી છે. આ સમગ્ર કેસની આગળની તપાસ હવે IPS નિર્લિપ્ત રાય અને તેમની ટીમ કરશે. ગઈકાલે આ કેસમાં અમરેલી SP સંજય ખરાતે મોટી કાર્યવાહી કરીને એક મહિલા સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા.

આ પણ વાંચો - Surat માં 'નારી સ્વાભિમાન આંદોલન', પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતની અટકાયત

સ્ટેટ મોનિટરિંગ સેલનાં વડા કરશે આગળની તપાસ

અમરેલી લેટરકાંડમાં (Amreli Letter Kand) પાટીદાર યુવતી સામે પોલીસની કાર્યવાહી બાદ મામલો ખૂબ જ બિચક્યો છે. એક તરફ કોંગ્રેસ (Congress) નેતાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીને દીકરીને ન્યાય અપાવવા અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવાની માગ કરાઈ રહી છે. ત્યારે બીજી તરફ હવે આ મામલે આગળની તપાસ હવે સ્ટેટ મોનિટરીંગ સેલના વડાને સોંપવામાં આવી છે. માહિતી અનુસાર, અમરેલી લેટરકાંડ મામલે હવે IPS નિર્લિપ્ત રાય (IPS Nirlipt Rai) તપાસ કરશે. જણાવી દઈએ કે, ગઈકાલે અમરેલી SP સંજય ખરાતે (Sanjay Khara) મોટી કાર્યવાહી કરીને એક મહિલા સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા. કિશન આસોદરિયા, વરજાંગ મૂળયાસિયા અને હિના મેવાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Pirotan Island પર રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ માટે જોખમી ગેરકાયદેસરનાં દબાણો પર ફર્યું 'દાદા' નું બુલડોઝર

કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પોલીસ વડા સાથે મુલાકાત કરશે

માહિતી મળી છે કે, અમરેલીની પીડિતા પાયલ ગોટીને (Payal Goti Case) ન્યાય અપાવવા મામલે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર (Jeniben Thummar) રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) સાથે મુલાકાત કરશે. હાઇકોર્ટનાં સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક પણ આ મુલાકાત દરમિયાન સાથે રહેશે એવી માહિતી છે. બીજી તરફ પાટીદાર દીકરી પાયલ ગોટી પણ પોલીસકર્મીઓ વિરુદ્ધ રજૂઆત કરશે અને રાજ્ય સરકાર દ્વારા SIT બનાવીને તપાસ કરવાની માગણી કરાશે.

આ પણ વાંચો - Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, હવે ઓખામાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર

Tags :
Amreli Latter KandAmreli SP Sanjay KharatBJPBreaking News In GujaratiCongressGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsIPS Nirlipt RaiJeniben ThummarLatest News In GujaratiNari Swabhiman AndolanNews In GujaratiPatidar SamajPayal Goti CaseState Monitoring CellVIKAS SAHAY
Next Article